ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટબોલર એસ શ્રીસંતે ક્રિકેટમાંથી લીધી નિવૃતી, ટ્વીટ કરી આપી જાણકારી

|

Mar 09, 2022 | 8:07 PM

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી એસ. શ્રીસંતે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી છે, તેણે ટ્વિટર પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટબોલર એસ શ્રીસંતે ક્રિકેટમાંથી લીધી નિવૃતી, ટ્વીટ કરી આપી જાણકારી
Sreesanth (File Photo)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના ફાસ્ટ બોલર એસ શ્રીસંત (Sreesanth)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. શ્રીસંતે ટ્વિટર પર પોસ્ટ કરતી વખતે પોતાની નિવૃતીને લઈને જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે શ્રીસંતે હાલમાં જ સ્થાનિક ક્રિકેટ રણજી ટ્રોફીની મેચ રમી હતી. ત્યારબાદ તે ઇજાના કારણે બહાર થઇ ગયો હતો.

શ્રીસંતે ટ્વિટ કરતા લખ્યું કે, “ખૂબ દુઃખ સાથે પરંતુ અફસોસ વિના, હું ભારે હૃદય સાથે આ કહું છું કે હું ભારતીય સ્થાનિક (ફર્સ્ટ ક્લાસ અને તમામ ફોર્મેટ) ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આગામી પેઢીના ક્રિકેટરો માટે મેં મારી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મારો છે અને જો કે હું જાણું છું કે તે મને ખુશ નહીં મળે, પણ મારા જીવનમાં આ સમયે આ નિર્ણય લેવાનું આ યોગ્ય અને સન્માનજનક પગલું છે. મેં દરેક ક્ષણને વહાલ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

 

શ્રીસંતની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તે સારી રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 27 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન શ્રીસંતે 87 વિકેટ ઝડપી છે. તેણે 53 વનડેમાં 75 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે 10 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 7 વિકેટ ઝડપી છે. શ્રીસંતે IPL ની 44 મેચમાં 40 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : “ક્રિકેટર સાથે લગ્ન કર્યા બાદ જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે”, જાણો ધોનીની પત્ની સાક્ષીએ કેમ કહ્યું આવું

આ પણ વાંચો : ICC Test Ranking: રવિન્દ્ર જાડેજાએ કરી કમાલ, 2017 બાદ ફરીવાર ટેસ્ટ ઓલરાઉન્ડ નંબર 1 બન્યો

Published On - 8:01 pm, Wed, 9 March 22

Next Article