Cricket: 2 વખત IPL વિજેતા ટીમનો હિસ્સો રહેલા ક્રિકેટરને આ ટીમે બનાવ્યો કોચ, T20 વિશ્વકપ 2021 બાદ સંન્યાસ જાહેર કર્યો હતો

|

Dec 21, 2021 | 7:57 AM

તે ખેલાડી IPL સહિત વિશ્વભરની T20 લીગમાં રમી ચૂક્યો છે.

Cricket: 2 વખત IPL વિજેતા ટીમનો હિસ્સો રહેલા ક્રિકેટરને આ ટીમે બનાવ્યો કોચ, T20 વિશ્વકપ 2021 બાદ સંન્યાસ જાહેર કર્યો હતો
Ryan ten Doeschate

Follow us on

આ વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) પછી નેધરલેન્ડ (Netherlands) ના ક્રિકેટર રેયાન ટેન દશખાટે (Ryan ten Doeschate) વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. પરંતુ, નિવૃત્તિના 2 મહિના પછી જ તે ફરીથી ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો છે. આ વખતે તેનો રોલ અલગ છે. પદ કોચનું છે, ખેલાડીનું નહીં. તેને ઈંગ્લેન્ડ (England) ની કાઉન્ટી ટીમ કેન્ટ (Kent Cricket) માં બેટિંગ કોચની કમાન મળી છે.

તેઓ 1 જાન્યુઆરી, 2022 થી તેમના નવા પદના શપથ લેશે. દશખાટે કેન્ટના બેટિંગ કોચ તરીકે માઈકલ યાર્ડીની જગ્યા લેશે. યાર્ડી બે વર્ષ સુધી કેન્ટના બેટિંગ કોચ હતા અને હવે સસેક્સની એકેડેમી ડિરેક્ટરની નવી ભૂમિકામાં જોવા મળશે.

કેન્ટ માટે, ઈંગ્લેન્ડના જેક ક્રોલી અને જોર્ડન કોક્સ જેવા ઉભરતા ખેલાડીઓ રમે છે. દશખાતેને ખુશી છે કે તેને નવી ભૂમિકામાં યુવા ખેલાડીઓ અને તેના જૂના એસેક્સ સાથી મેટ વોકર સાથે કામ કરવાની તક મળશે. તેણે કહ્યું, “હું ખુશ છું કે મને મેટ વોકર અને કેન્ટની ટીમ સાથે કામ કરવાની તક મળી રહી છે. હું આ નવો અધ્યાય શરૂ કરવા તૈયાર છું. યુવા ખેલાડીઓને ચમકાવવા માટે હું મારા સંપૂર્ણ અનુભવનો ઉપયોગ કરીશ.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

 

KKR સાથે 2 IPL જીતી

41 વર્ષીય રેયાન ટેન દાસખાતે નેધરલેન્ડના સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક છે. તે વિશ્વભરની T20 લીગમાં રમી ચૂક્યો છે. જેમાં આઈપીએલનો પણ સમાવેશ થાય છે. તે 2011માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. ત્યારબાદ તે 2012 અને 2014માં IPL જીતનાર KKR ટીમનો ભાગ હતો. તે છેલ્લે 2015માં આઈપીએલમાં રમ્યો હતો. આ લીગમાં તેણે 29 મેચમાં 23.28ની એવરેજથી 326 રન બનાવ્યા હતા, જેમાં અણનમ 70 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.

 

આ પણ વાંચોઃ IND vs SA: બોક્સિંગ ડે ટેસ્ટ પર મંડરાયુ સંકટ, મેચ પહેલા જ આવી રહી છે ખરાબ સમાચારની આગાહી!

 

આ પણ વાંચોઃ Asian Champions Trophy, SF, IND vs JAP: ભારત આજે સેમીફાઇનલમાં જાપાન સામે ટકરાશે, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે મેચ જોઇ શકાશે

 

 

Next Article