વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ક્રિકેટ ટીમની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયા (Team India) બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે અને સતત ચોથી મેચમાં જીત મેળવવા પ્રયાસ કરશે. પૂણેમાં બાંગ્લાદેશ (Bangladesh) સામે રોહિત બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને તક આપશે.
પ્રથમ ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ-11 મેદાનમાં ઉતાર્યું હતું. આ ટીમે ભારતને નિરાશ ન કર્યું અને ટીમને ત્રણ મેચમાં જીત અપાવી. હવે બાંગ્લાદેશ સામેની ચોથી મેચમાં રોહિત પોતાના બાકી રહેલા ખેલાડીઓને તક આપી શકે છે. કારણ કે બાંગ્લાદેશ બહુ મજબૂત ટીમ નથી. અલબત્ત આ ટીમ પહેલા પણ ભારતને હરાવી ચૂકી છે પરંતુ બાંગ્લાદેશ માટે ટીમ ઈન્ડિયાને ભારતમાં હરાવવું લગભગ અશક્ય છે.
Hello from Pune! #TeamIndia are all set to take on Bangladesh in their next game of #CWC23
⏰2 PM IST
https://t.co/Z3MPyeL1t7#MeninBlue | #INDvBAN pic.twitter.com/OqnmDYGkUG— BCCI (@BCCI) October 19, 2023
આ મેચમાં રોહિત પોતાના પ્લેઈંગ-11માં બે ફેરફાર કરી શકે છે. મોહમ્મદ શમી આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી. પુણેમાં બાંગ્લાદેશ સામે તેને તક મળી શકે છે. તે શાર્દુલ ઠાકુરની જગ્યાએ ટીમમાં આવી શકે છે. જો શમીને તક મળે છે તો તે તેના માટે પણ સારું રહેશે. તે લયમાં આવી શકશે, નહીંતર જો મોટી મેચમાં તેની જરૂર પડશે તો મેદાન પર આવીને તેની સંપૂર્ણ લય પાછી મેળવવી સરળ નથી.
સૂર્યકુમાર યાદવને બેટિંગમાં તક મળી શકે છે. તે શ્રેયસ અય્યરના સ્થાને ટીમમાં આવી શકે છે. અય્યરે પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેને આરામ આપવામાં આવી શકે છે અને પ્લેઈંગ-11માં તેની જગ્યાએ સૂર્યકુમાર જોવા મળી શકે છે.
આ પણ વાંચો : Virat Kohli : કોહલીની 7, 77 અને 26000ની ટ્રીક બાંગ્લાદેશને નુકસાન પહોંચાડશે, ભારતમાં આવું પહેલીવાર થશે
જોકે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. બાંગ્લાદેશ જ્યારે તેમનો દિવસ હોય ત્યારે કોઈપણ ટીમને હરાવી શકે છે. આ બાંગ્લાદેશની ટીમમાં ઉલટફેર કરવાની ક્ષમતા છે અને તેથી જ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પ્લેઈંગ 11માં વધુ પ્રયોગ કરવાનું ટાળશે. પરંતુ બેન્ચ સ્ટ્રેન્થને તક આપવા માટે કેટલાક ફેરફારોની શક્યતા છે.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.