રોહિત શર્માના સંન્યાસના સમાચાર પર BCCI નો યુ-ટર્ન, અફવાઓ પર સેક્રેટરીએ મૂક્યું પૂર્ણવિરામ ! કહ્યું કે …

ભારતીય ક્રિકેટ ભૂતપૂર્વ ટીમના કેપ્ટન રોહિત શર્માના સંન્યાસ અંગે ચાલી રહેલી અટકળોને BCCIએ ફગાવી દીધી છે. BCCIના સચિવ દેવાજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે લોર્ડ્સમાં રમાનારી વનડે મેચ રોહિતની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નથી.

રોહિત શર્માના સંન્યાસના સમાચાર પર BCCI નો યુ-ટર્ન, અફવાઓ પર સેક્રેટરીએ મૂક્યું પૂર્ણવિરામ ! કહ્યું કે ...
Rohit Sharma
Image Credit source: PTI
| Updated on: Jul 18, 2026 | 9:49 AM

રોહિત શર્માની નિવૃત્તિની અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે આ દિગ્ગજ ખેલાડી નિવૃત્તિ નહીં લે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. શુક્રવાર 17 જુલાઈએ મોડી રાત્રે, દેવજીત સૈકિયાએ મીડિયાને જણાવ્યું હતું કે રોહિતના ભવિષ્ય વિશે ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. BCCI સેક્રેટરીએ જણાવ્યું હતું કે રોહિત લોર્ડ્સમાં તેની છેલ્લી મેચ રમશે તેવી કોઈ ચર્ચા થઈ નથી.

રોહિત પર BCCI નું મોટું નિવેદન

રોહિત શર્મા પર એક મોટા નિવેદનમાં, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું, “રોહિત ભારતીય ODI ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી તે રણનીતિનો ભાગ રહેશે ત્યાં સુધી તે દેશ માટે રમતો રહેશે.” લોર્ડ્સ ODI તેની છેલ્લી મેચ નથી.

હજુ સંન્યાસના મૂડમાં નથી રોહિત શર્મા

BCCI સેક્રેટરીએ પુષ્ટિ આપી છે કે રોહિત શર્મા નિવૃત્તિ લેશે નહીં, પરંતુ તે દરમિયાન, અહેવાલો સૂચવે છે કે રોહિત શર્મા અને પસંદગીકારોએ નિવૃત્તિ અંગે ચર્ચા કરી હતી. જેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો પણ સમાવેશ થાય છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો રોહિત શર્મા હાર માનવા તૈયાર નથી. આનો અર્થ એ છે કે તે નિવૃત્તિ લેવાના મૂડમાં હાલમાં તે નથી. તે 2027નો વર્લ્ડ કપ રમવા માંગે છે. રોહિતે BCCI અધિકારીઓ સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી અને હવે દેવજીત સૈકિયાએ આ બાબતે નિવેદન આપ્યું છે.

લીક થયેલા સમાચારથી નાખુશ છે BCCI

સૂત્રો અનુસાર, એ પણ સંકેત મળે છે કે BCCI રોહિત શર્મા અંગે લીક થયેલી માહિતીથી ખૂબ જ નાખુશ છે. BCCIએ પસંદગીકારોને આ બાબતે મીડિયા સમક્ષ કોઈ નિવેદન ન આપવા સૂચના આપી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પસંદગીકારોએ રોહિત શર્માને કહ્યું છે કે તેઓ તેને ODI વર્લ્ડ કપમાં તક નહીં આપે. 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાનારી ODI પછી તેને ટીમ ઈન્ડિયા માટે પસંદ કરવામાં આવશે નહીં. પરંતુ BCCI સેક્રેટરીના તાજેતરના નિવેદન પછી, આ મુદ્દામાં મોટો યુ-ટર્ન આવ્યો છે.

આ પણ વાંચો, ભારતીય ખેલાડીની શરમજનક કરતૂત! શુભમન ગિલ સાથે રમી ચૂકેલા મનજોત કાલરાની શ્રીલંકામાં લાંચ કેસમાં ધરપકડ

Follow Us
Loading...
Unable to load recommendations.