રોહિત શર્મા હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નથી? 28 સેકન્ડના વીડિયોએ મચાવ્યો ખળભળાટ

|

Jan 02, 2025 | 2:39 PM

રોહિત શર્મા માટે સિડની ટેસ્ટમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. એવા અહેવાલો છે કે તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નથી મળી રહ્યું. તેના સ્થાને જસપ્રીત બુમરાહ કેપ્ટન બની શકે છે અને શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. સિડનીનો 28 સેકન્ડનો જૂનો વીડિયો આ તરફ ઈશારો કરી રહ્યો છે.

રોહિત શર્મા હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નથી? 28 સેકન્ડના વીડિયોએ મચાવ્યો ખળભળાટ
Rohit Sharma
Image Credit source: PTI

Follow us on

શું રોહિત શર્મા સિડની ટેસ્ટ રમશે? શું મેલબોર્નમાં રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી ખતમ થઈ ગઈ છે? શું રોહિત શર્માને ટીમની બહાર રાખીને વિદાય આપવામાં આવશે? સિડની ટેસ્ટની શરૂઆત પહેલા ભારતીય ચાહકોના મનમાં આવા સવાલો ચોક્કસથી હશે. પ્રશ્નો ઉભા થવાના છે કારણ કે સિડની ટેસ્ટ પહેલા એવા સંકેતો મળી રહ્યા છે કે રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસી જશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લાગે છે કે રોહિત શર્મા હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નથી રહ્યો. ચાલો તમને જણાવીએ કે 28 સેકન્ડના વીડિયોમાં શું છે?

28 સેકન્ડના વીડિયોથી મચી હલચલ

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડથી સામે આવેલા એક વીડિયોમાં તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ત્યારબાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર યુવા બેટ્સમેન શુભમન ગિલ સાથે વાત કરે છે અને તેની પીઠ પર થપ્પો મારી રહ્યો છે. આ પછી જસપ્રીત બુમરાહ આ ખેલાડી સાથે હાથ મિલાવે છે. આ વાતચીતમાં રોહિત શર્મા ક્યાંય દેખાતો નથી. માનવામાં આવે છે કે ટીમનો કેપ્ટન હવે બદલાઈ ગયો છે અને કમાન જસપ્રીત બુમરાહના હાથમાં આવી ગઈ છે અને વાઈસ કેપ્ટન શુભમન ગિલ હશે.

અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો
પંખો ધીમો રાખો તો લાઇટ બિલ ઓછું આવે ? જાણો શું છે હકીકત
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ

 

રોહિત શર્માનું સિડની ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે

રોહિત શર્મા માટે સિડનીમાં રમવું મુશ્કેલ બની ગયું છે અને તેના ઘણા સંકેતો મળી રહ્યા છે. આ વીડિયો સિવાય હેડ કોચ ગૌતમ ગંભીરે પણ આવું જ ટ્રેલર રિલીઝ કર્યું છે. સૌથી પહેલા તો રોહિત શર્મા સિડની ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો ન હતો. આ પછી ગૌતમ ગંભીરે પ્લેઈંગ ઈલેવનનો પણ ખુલાસો કર્યો ન હતો. તેણે રોહિત શર્માના નામની પુષ્ટિ પણ કરી ન હતી. ગૌતમ ગંભીરે કહ્યું કે તે પિચ જોઈને પ્લેઈંગ ઈલેવન અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાયો, મેલબોર્ન ટેસ્ટ બાદ કરવામાં આવી મોટી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article