Rohit Sharma, IND VS WI 1st T20I: રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને કહ્યુ, IPL નહીં દેશ માટે રમવા પર ફોકસ કરો!

|

Feb 15, 2022 | 3:43 PM

Rohit Sharma, India vs West Indies T20I Series: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરીઝ પહેલા દેશ માટે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું, આઈપીએલની હરાજી બાદ ટીમ ઈન્ડિયાની એક બેઠક પણ યોજાઈ હતી.

Rohit Sharma, IND VS WI 1st T20I: રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને કહ્યુ, IPL નહીં દેશ માટે રમવા પર ફોકસ કરો!
Rohit Sharma એ ઓક્શન બાદ ખેલાડીઓની મીટીંગ લીધી હતી

Follow us on

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી (India vs West Indies T20I Series) પહેલા કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સલાહ આપી છે કે તેઓ આઈપીએલ નહીં પરંતુ દેશ માટે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરે. મંગળવારે જ્યારે રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરી તો તેને આઇપીએલ ઓક્શન (IPL 2022 Mega Auction) પર પણ ઘણા સવાલો પૂછવામાં આવ્યા, જેના પર ભારતીય કેપ્ટને કહ્યું કે ટીમ ઈન્ડિયાનું ધ્યાન માત્ર અને માત્ર T20 સિરીઝ પર છે. રોહિત શર્માએ જણાવ્યું કે IPL 2022 ની હરાજી બાદ ટીમ ઈન્ડિયાએ એક મીટિંગ કરી હતી જેમાં તમામ ખેલાડીઓને આગામી બે અઠવાડિયા સુધી દેશ માટે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

રોહિત શર્માએ કહ્યું, ‘આઈપીએલની હરાજી બાદ હવે ધ્યાન ટીમ ઈન્ડિયા પર છે. ધ્યાન દેશ માટે રમવા પર છે. દરેક ખેલાડી પ્રોફેશનલ છે અને પોતાની ફરજ જાણે છે. રોહિત શર્માને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે શું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આઈપીએલની ભૂમિકા અનુસાર રમાડવામાં આવશે, જેના પર કેપ્ટને કહ્યું કે આઈપીએલનો કોઈ અર્થ નથી. ટીમ ઈન્ડિયામાં શું ભૂમિકા છે, તે સૌથી મહત્વપૂર્ણ છે.

ખેલાડીઓ તેમની ભૂમિકા જાણે છે

રોહિત શર્માએ જણાવ્યું કે તમામ ખેલાડીઓને તેમની ભૂમિકા વિશે જાણ કરી દેવામાં આવી છે. હવે તેણે મેદાન પર પોતાની પ્રતિભા બતાવવાની છે. IPL ઓક્શનમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. વિકેટકીપર ઈશાન કિશન આ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો. ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સે 15.50 કરોડમાં ખરીદ્યો હતો. દીપક ચહર પણ 14 કરોડમાં વેચાયો હતો. હર્ષલ પટેલ, અવેશ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ 10 કરોડથી વધુમાં વેચાયા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 શ્રેણી

આવતીકાલે બુધવાર 16 ફેબ્રુઆરીથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 સીરીઝ કોલકાતામાં શરૂ થશે. ત્રણેય મેચ કોલકાતામાં જ રમાશે. T20 શ્રેણીની બીજી અને ત્રીજી મેચ 18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે.

T20 શ્રેણી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડા અને કુલદીપ યાદવ.

T20I શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ

કિરોન પોલાર્ડ, નિકોલસ પૂરન, ડેરેન બ્રાવો, રોસ્ટન ચેઝ, શેલ્ડર કોટ્રેલ, ડોમિનિક ડ્રેક્સ, જેસન હોલ્ડર, શે હોપ, અકીલ હુસૈન, બ્રેન્ડન કિંગ, રોવમેન પોવેલ, રોમારીયો શેફર્ડ, ઓડિન સ્મિથ, કાઇલ માયર્સ અને હેડન વોલ્શ જુનિયર.

 

આ પણ વાંચોઃ Cricket: ગુજરાતમાં જન્મેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનુ કરાચીમાં અવસાન, 4 ભાઇઓએ રમી હતી ટેસ્ટ ક્રિકેટ

આ પણ વાંચોઃ IPL 2022 Auction: અવેશ ખાન દિલ્હી કેપિટલ્સનો હિસ્સો ના બની શકતા ઋષભ પંતે કહ્યુ ‘સોરી જોડી ના શક્યા’

Published On - 3:35 pm, Tue, 15 February 22

Next Article