Breaking News: ‘રોહિત શર્મા’ આવું કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો, ગેઇલ અને સચિન જેવા દિગ્ગજો પણ પાછળ રહી ગયા

રોહિત શર્માએ ક્રિકેટની દુનિયામાં ઇતિહાસ રચ્યો છે. તે આવું કારનામું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. હિટમેને ગેઇલ અને સચિન જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે.

Breaking News: રોહિત શર્મા આવું કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો, ગેઇલ અને સચિન જેવા દિગ્ગજો પણ પાછળ રહી ગયા
| Updated on: Jan 11, 2026 | 9:02 PM

રોહિત શર્મા વિસ્ફોટક બેટિંગમાં માસ્ટર છે અને થોડા બોલમાં જ તે મેચની દિશા બદલી શકે છે. તેણે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં મજબૂત શરૂઆત કરી હતી પરંતુ બાદમાં તે લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો. જો કે, તેમ છતાંય તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા

ભારતીય ટીમ માટે રોહિત શર્માએ પ્રથમ વન-ડેમાં 26 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. કાયલ જેમિસનના બોલ પર મોટો સ્ટ્રોક રમવાનો પ્રયાસ કરતી વખતે તે કિવી કેપ્ટન માઈકલ બ્રેસવેલના હાથે કેચ આઉટ થયો હતો.

મેચમાં 2 છગ્ગા ફટકારીને રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 છગ્ગા પૂરા કર્યા અને આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પહેલા કોઈએ આ સિદ્ધિ મેળવી નહોતી.

ઓપનર બેટ્સમેન છગ્ગા
રોહિત શર્મા 329
ક્રિસ ગેઇલ 328
સનથ જયસૂર્યા 263
માર્ટિન ગુપ્ટિલ 174
સચિન તેંડુલકર 167

રોહિત શર્મા વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન પણ બની ગયો છે અને તેણે ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત પાસે હવે વન-ડે ક્રિકેટમાં ઓપનર તરીકે 329 છગ્ગા છે, જ્યારે ગેઇલે ઓપનર તરીકે 328 છગ્ગા ફટકાર્યા હતા.

વર્ષ 2007 માં કર્યું વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ

રોહિત શર્માએ વર્ષ 2007 માં વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને શરૂઆતમાં તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. જો કે, ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ઓપનિંગ માટે પ્રમોટ કર્યો અને ત્યારબાદ તે સતત સારી ઇનિંગ રમતો ગયો. શર્માએ હવે 280 વન-ડે મેચમાં કુલ 11,542 રન બનાવ્યા છે, જેમાં 33 સદી અને 61 અડધી સદીનો સમાવેશ થાય છે.

Breaking News: વિરાટ કોહલીએ બેટિંગ કર્યા વિના જ મોટો રેકોર્ડ તોડી નાખ્યો, ગાંગુલીનો કીર્તિમાન તૂટ્યો હવે દ્રવિડ અને સંગાકારાનો ‘વારો’