Team India: રોહિત શર્માને મળી શકે બેવડો લાભ, T20 વિશ્વકપમાં કંગાળ પ્રદર્શનને લઇ T20-ODI માં એક જ કેપ્ટનના BCCI પક્ષમાં!

|

Nov 02, 2021 | 12:41 PM

ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) સમાપ્ત થયાના 3 દિવસ બાદ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે શ્રેણી શરૂ થઈ રહી છે. 17 નવેમ્બરથી જયપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T20 મેચોની સિરીઝ શરૂ થશે.

Team India: રોહિત શર્માને મળી શકે બેવડો લાભ, T20 વિશ્વકપમાં કંગાળ પ્રદર્શનને લઇ T20-ODI માં એક જ કેપ્ટનના BCCI પક્ષમાં!
Rohit Sharma-Virat Kohli

Follow us on

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં જે બન્યું તે ભૂલીને, ચેતન શર્મા (Chetan Sharma) ની આગેવાની હેઠળની ભારતની પસંદગી સમિતિ હવે, ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણી માટે ટીમની પસંદગી કરવા બેઠક યોજનારી છે. સમાચાર છે કે આગામી બે દિવસમાં ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સીરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવશે. આ બેઠકમાં ટીમની સાથે T20 ઈન્ટરનેશનલના નવા કેપ્ટનના નામ પર પણ મહોર લાગશે. સાથે જ હવે વન ડે ટીમ માટે પણ રોહિત શર્મા (Rohit Sharma) ને કેપ્ટનશિપ મળી શકે છે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે.

પેહલા થી જ વિરાટ કોહલી (Virat Kohli) એ સ્પષ્ટ કરી દીધું છે કે તે T20 વર્લ્ડ કપ પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમનો કેપ્ટન નહીં રહે. આમ હવે આગામી ટી20 સિરીઝ માટે રોહિત શર્માને કેપ્ટનશિપ મળી શકે છે. રોહિત માટે તે નવા વર્ષની ભેટ સમાન બની રહેશે. જોકે દિવાળી પર રોહિત શર્માને ડબલ બોનાન્ઝા મળી શકે છે, એટલે કે તેને વન ડે ટીમની પણ જવાદારી મળી શકે છે. જે રીતે વિશ્વકપમાં ભારતીય ટીમની હાલત જોવાઇ રહી છે, એ જોતા વ્હાઇટ બોલ માટે રોહિત શર્માને પસંદ કરવા પર બીસીસીઆઇ મન બનાવી રહ્યુ છે.

T20 વર્લ્ડ કપ સમાપ્ત થયાના 3 દિવસ બાદ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે શ્રેણી શરૂ થઈ રહી છે. 17 નવેમ્બરથી જયપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T20 મેચોની સિરીઝ શરૂ થશે. આ પછી બીજી T20 મેચ 19 નવેમ્બરે રાંચીમાં રમાશે.જ્યારે ત્રીજી T20 મેચ 21 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. T20 સીરીઝ બાદ ન્યુઝીલેન્ડે ભારતના પ્રવાસ પર 2 ટેસ્ટ મેચોની સીરીઝ પણ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 25 થી 29 નવેમ્બર અને બીજી ટેસ્ટ 3 થી 7 ડિસેમ્બર દરમિયાન રમાશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

BCCI ને લાગે છે, T20 અને ODI કેપ્ટન અલગ-અલગ નહી

હાલમાં ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની રમતે ટીમના પસંદગીકારોને ચિતીંત કરી મૂક્યા છે. આ દરમ્યાન કોહલી હવે પોતાની કેપ્ટન તરીકે જવાબદારી છોડી રહ્યો છે. તે વન ડે ક્રિકેટમાં કેપ્ટનશિપ અંગે કોઇ સંકેત આપી રહ્યો નથી. જોકે વન ડે વિશ્વકપ 2023માં રમાનારો છે. તે પહેલા ટી20 વિશ્વકપની આયોજન ઓસ્ટ્રેલિયામાં થનારુ છે છેય. બીસીસીઆઇને લાગે છે આમ લાગી રહ્યુ છે. અલગ અલગ કેપ્ટન હોવુ એ યોગ્ય નથી. જેથી બોર્ડ બંને ફોર્મેટમાં એક જ કેપ્ટનના પક્ષમાં હોવાનુ મીડિયા રીપોર્ટ દ્વારા સામે આવી રહ્યુ છે.

સિનિયર ખેલાડીઓને શ્રેણીમાં આરામ મળી શકે છે

રોહિત શર્મા ભારતના નવા T20 કેપ્ટન માટે ટોચનો દાવેદાર છે. પરંતુ એવું માનવામાં આવે છે કે આ T20 શ્રેણીમાંથી કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. સિનીયરોને વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આ પગલું ભરી શકાય છે. ભારતના તમામ સિનિયર ખેલાડીઓ એપ્રિલથી સતત ક્રિકેટ રમી રહ્યા છે. વ્હાઇટ બોલની ક્રિકેટમાં સ્પિલીટ કેપ્ટનશિપને લઈને પણ પસંદગીકારો વચ્ચે ચર્ચા થઈ શકે છે. બે ભારતીય પસંદગીકારો-ચેતન શર્મા અને કુરુવિલા હાલમાં દુબઈમાં હાજર છે. જ્યારે બાકીના પસંદગીકારો ભારતમાં છે..

 

ખેલાડીઓએ 10 નવેમ્બર સુધીમાં રિપોર્ટ કરવાનો રહેશે

ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ માટે જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે તેઓએ 10 નવેમ્બર સુધીમાં રિપોર્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તેમને 5 દિવસના ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવશે. ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ખેલાડીઓ પાસે પ્રથમ મેચ પહેલા માત્ર 2 દિવસનો પ્રેક્ટિસ સમય હશે. અહીં ભારતના મુખ્ય કોચની પસંદગી માટેની તમામ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાહુલ દ્રવિડને મુખ્ય કોચ માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાએ નવા મુખ્ય કોચનો ઈન્ટરવ્યુ ક્રિકેટ એડવાઈઝરી કમિટી સમક્ષ લેવો પડશે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલીએ જેના પર ભરોસો ના મૂક્યો એ ખેલાડી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી નંબર-1 બન્યો

 

આ પણ વાંચોઃ IPL 2022: મહેન્દ્રસિંહ ધોની નથી ઇચ્છતો કે ચેન્નાઇ સુપર કિંગ્સ તેને રિટેઇન કરે, કહ્યુ હતુ મારી પર પૈસા બરબાદ ના કરો

 

Published On - 12:41 pm, Tue, 2 November 21

Next Article