T20 World Cup 2024 : કેપ્ટન રોહિત શર્માએ બ્રેક ડાન્સ કરી ટ્રોફી લેવા પહોંચ્યો, VIDEOમાં જુઓ કોણે પ્રેક્ટિસ કરાવી

જ્યારે રોહિત શર્મા ટ્રોફી લેવા માટે સ્ટેજ પર ગયો, તે સ્ટાઈલ ચાહકોને ખુબ પસંદ આવી છે કારણ કે, ભારતીય ટીમ વર્લ્ડકપ ચેમ્પિયન બનતા જ જશ્નમાં જોવા મળી હતી. તેમજ રોહિત શર્મા ટ્રોફી લેવા માટે બ્રેક ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

T20 World Cup 2024 : કેપ્ટન રોહિત શર્માએ બ્રેક ડાન્સ કરી ટ્રોફી લેવા પહોંચ્યો, VIDEOમાં જુઓ કોણે પ્રેક્ટિસ કરાવી
| Updated on: Jun 30, 2024 | 10:57 AM

17 વર્ષ લાંબી રાહ જોયા બાદ રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો છે. શનિવારના રોજ ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રનથી હાર આપી ટ્રોફી જીતી લીધી હતી. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી વર્લ્ડકપ ટ્રોફી છે. એટલા માટે રોહિત માટે આ પળ ખુબ જ ખાસ હતો. રોહિત શર્મા છેલ્લા બોલથી લઈ સેલિબ્રેટ કરતો જોવ મળ્યો હતો અને તેની આંખોમાં ખુશીના આસું પણ હતા,

રોહિત શર્માનો આ અંદાજ પસંદ આવશે

જ્યારે રોહિત શર્મા ટ્રોફી લેવા માટે પહોંચે છે તો તે ખુબ ફની સ્ટાઈલમાં જોવા મળે છે. તે બ્રેક ડાન્સ કરી મેચ સુધી પહોંચે છે. દરેક ભારતીય ચાહકો માટે આ પળ ખુબ જ ખાસ હતો. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે રોહિત શર્માનું સ્ટેજ પર બ્રેક ડાન્સ કરી આવવું પહેલાથી જ ફિક્સ હતુ. એક ફેન પેજે સોશિયલ મીડિયા પર ક્લિપ શેર કરી હતી. જેમાં કુલદીપ યાદવને બ્રેક ડાન્સ કરતો દેખાડ્યો છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે, કુલદીપ કહી રહ્યો છે કે, રોહિત શર્મા આ અંદાજમાં આવશે.

 

 

ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ પસંદ કરી

હવે આપણે ટી20 વર્લડકપની ફાઈનલ મેચની વાત કરીએ તો, ટોસ જીતી ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ પસંદ કરી હતી. બેટિંગ પર મોટા સ્કોરના લક્ષ્ય સાથે ટીમ મેદાનમાં ઉતરી હતી પરંતુ પહેલી ઓવરમાં કોહલીએ 3 ચોગ્ગા ફટકાર્યા બાદમાં બીજી ઓવરમાં ટીમ ઈન્ડિયાને 2 ઝટકા લાગ્યા હતા. પહેલા રોહિત બાદમાં પંત પેવેલિયન પરત ફર્યા હતા. ચોથી વિકેટ માટે કોહલી અને અક્ષર પટેલે શાનાદાર સ્કોર બનાવ્યો હતો. અહિથી ભારતીય ટીમ જીતની દિશામાં જોવા મળી હતી.

 

 

ત્યારબાદ અક્ષર પટેલે અને સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવી, કોહલી અને શિવમ દુબે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હતા અને ડેથ ઓવર્સમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર કમબેક કર્યું અને સ્કોરને 176 સુધી પહોંચાડ્યો, જેના જવાબમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહિ અને અંતે વર્લ્ડકપની ટ્રોફી ભારતીય ટીમે જીતી.

આ પણ વાંચો :  India vs Afirca Final : સૂર્યકુમાર યાદવનો આ જાદુઈ કેચે ભારતને હારેલી મેચ જીતાડી, આ કેચનો અમ્પાયરને પણ ભરોસો ન હતો- જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો