શુક્રવાર થી શ્રીલંકા અને ભારત (India Vs Sri Lanka) વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થનારો છે. બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મોહાલી (Mohali Test) માં રમાનારી છે. ભારતીય ક્રિકેટ ટીમ આ માટે મોહાલી પહોંચી ચુકી છે અને પ્રેકટીશ કરતી જોવા મળી રહી છે. રોહિત શર્મા (Rohit Sharma) મોહાલી ટેસ્ટમાં કેપ્ટનશીપની ભૂમીકામાં જોવા મળવા સાથે તે હવે ટીમ ઇન્ડિયા માટે પૂર્ણ સ્વરુના કેપ્ટનની જવાબદારી નિભાવવાની શરુઆત કરશે. રોહિત શર્મા જોકે હાલમાં ગ્રાઉન્ડ બહારની એક વાત થી પણ ખૂબ ચર્ચામાં છે. રોહિત શર્માએ ચમચમાતી કાર ખરીદી છે, જેની કિંમત કરોડોમાં છે.
બ્લ્યૂ ટીમના આગેવાને આવા જ રંગની કારને ખરીદી છે. મુંબઇ ઇન્ડિયન્સની જર્સીનો રંગ પણ આવો જ છે. મીડિયા રિપોર્ટ મુજબ રોહિત શર્માએ નવી Lamborghini Urus કાર ખરીદી છે. જેની કિંમત 3.10 કરોડ રુપિયા જેટલી માનવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયાનો ફુલ ટાઇમ કેપ્ટન છે અને એ દબદબા મુજબની કાર રોહિત પાસે હોવી સ્વાભાવિક પણ છે. હિટમેનની આ કારની ચર્ચા જોકે હાલમાં ચારેકોર થવા લાગી છે. કારણ કે કાર ખૂબ જ આકર્ષક છે અને તેની કિંમત અગાઉ કહી તેમ કરોડોમાં છે.
આમ પણ ટીમ ઇન્ડિયાના નિયમીત કેપ્ટન રોહિત શર્માને કારનો શોખ ખૂબ છે અને એ વાત પણ જગ જાહેર છે. તેના શોખ મુજબ હવે તેના કારના ખજાનામાં વધુ એક શાનદાર કાર ઉમેરાઇ ગઇ છે. તો વળી રોહિતે પોતાની નવી કારમાં કંપની પાસે કારમાં ખાસ નવા ફિચર્સ પણ એડ કરાવ્યા છે, જે તેની પોતાના પસંદના છે. કારના ઇન્ટરીયરની વાત કરવામા આવે તો તે લેધરનુ છે. રોહિતે પોતાની પસંદ મુજબ તેને તૈયાર કરાવ્યુ છે. જેમાં રેડ બ્લેક કેબિન પણ સામેલ છે. કારના ડેશ બોર્ડને પણ બ્લેક અને રેડ તૈયાર કરવાં આવ્યુ છે. તેમ જ કાર 22 ઇંચ ડાયમંડ રિમ્સ કટ ધરાવે છે.
આ ઇટાલીય સુપરકાર મેન્યુફેક્ચરર લમ્બોરગીની દ્વારા ઉરુસને અત્યાર સુધી પ્રેક્ટીકલ અને લક્ઝરી વાહન તરીકે માનવામાં આવે છે. ભારતમાં કેટલાંક ખાસ લોકોએ તેને ખરીદી છે. જેમાં એક નામ વધુ રોહિત શર્માનુ ઉમેરાયુ છે. બોલીવુડ જગતના રણવીર સિંહ, રોહિત શેટ્ટી, કાર્તિક આયર્ન અને જૂનિયર એનટીઆર આ કારના માલીક બની ચુક્યા છે. જેઓએ એસયુવી કાર પહેલાથી ખરીદી છે.
Published On - 12:29 pm, Wed, 2 March 22