આજ થી ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય 3 મેચની સિરીઝ શરુ થઇ રહી છે. બંને દેશો વચ્ચે શરુ થઇ રહેલી સિરીઝની પ્રથમ ટી20 મેચ બુધવારથી જયપુરમાં રમાનારી છે. સિરીઝને લઇને બંને દેશના ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ પણ ઉત્સાહીત છે. રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમ (Team India) નો T20 ફોર્મેટનો નિયમીત કેપ્ટન તરીકેને કરિયર ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ સાથે શરુ કરનાર છે. રોહિત શર્મા છગ્ગા લગાવવામાં પણ એક ખાસ મુકામ હાંસલ કરશે.
રોહિત શર્મા આમ પણ આક્રમક ખેલાડી છે. તે ચોગ્ગા અને છગ્ગા ફટકારવા સાથે સાથે તે મોટી ઇનીંગ પણ રમવા માટે જાણીતો છે. આ દરમ્યાન હવે તે સૌથી વધુ છગ્ગા લગાવવામાં ત્રીજા સ્થાને પહોંચી જઇ શકે છે. આ માટે તેણે ત્રણ છગ્ગાની જરુર છે. રોહિત શર્મા હાલમાં 447 છગ્ગા નોંધાવી ચૂક્યો છે. આમ તે ત્રણ છગ્ગા નોંધાવતા જ તે 450 છગ્ગા પૂરા કરી શકે છે.
450 સિક્સર ફટકારનાર તે વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની જઇ શકે છે. આ પહેલા ક્રિસ ગેઇલ અને શાહિદ આફ્રિદી આ આંકડાને પાર કરી ચૂક્યા છે. રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી પૂરી શક્યતા છે. અને આ માટે સ્વાભાવિક જ ભારતીય ક્રિકેટ ચાહકો પણ રાહ જોઇ રહ્યા છે.
રોહિત શર્મા ક્રિકેટના તમામ ફોર્મેટમાં 450 છગ્ગા ફટકારવાની સિદ્ધી હાંસલ કરી શકે છે. આ ઉપરાંત તે વર્તમાન સિરીઝમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 150 છગ્ગા નોંધાવવાનો કમાલ કરી શકે છે. જોકે તેને આ માટે વધુ 10 છગ્ગા ફટકારવાની જરુર છે. હાલ તે 140 છગ્ગા પોતાના ખાતમાં ધરાવે છે. આમ તે તે 150 છગ્ગા નોંધાવનારો બીજો બેટ્સમેન બની શકે છે. તેની પહેલા માર્ટિન ગુપ્ટીલ આ સ્થાન પર છે.
સિક્સર કિંગ જ નહી પરંતુ યુનિવર્સ બોસ તરીકે ઓળખાતા ક્રિસ ગેઇલ છગ્ગા લગાવવામાં અવ્વલ જ હોય એ સ્વાભાવિક છે. ગેઇલે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 553 છગ્ગા નોંધાવ્યા છે. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં સૌથી વધુ છગ્ગા હોવાનો રેકોર્ડ છે. તેનો રેકોર્ડ તુટવો હજુ મુશ્કેલ લાગી રહ્યો છે. જોકે અશક્ય પણ નથી. એક્ટીવ પ્લેયર તરીકે રોહિત શર્મા તેના પછી બીજા સ્થાને છે અને જેના થી રોહિત હજુ 106 છગ્ગા દૂર છે. જ્યારે શાહિદ આફ્રિદી 476 છગ્ગા ધરાવે છે. જે આ યાદીમાં બીજા સ્થાને છે.
Published On - 8:18 pm, Wed, 17 November 21