પાકિસ્તાન હોકી ટીમને નવા મુખ્ય કોચ મળ્યા છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે રોએલન્ટ ઓલ્ટમેન્સે લાંબા ગાળાના કરારના અભાવને કારણે પાકિસ્તાન હોકી ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાન હોકી ફેડરેશને ઉતાવળમાં નવા મુખ્ય કોચના નામની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ઓલ્ટમેન્સે 2013 થી 2017 વચ્ચે ભારતીય હોકી ટીમના હાઈ પરફોર્મન્સ ડિરેક્ટર અને હેડ કોચ તરીકે પણ કામ કર્યું હતું.
પૂર્વ ઓલિમ્પિયન તાહિર ઝમાનને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે ચીનના હુલુનબુર શહેરમાં ટીમ સાથે જોડાશે. આ ટુર્નામેન્ટ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. PHFના એક અધિકારીએ કહ્યું, ‘તાહિર ઝમાન હવે ટેકનિકલ અને વ્યૂહાત્મક પાસાઓનું ધ્યાન રાખશે જ્યારે જીશાનને ટૂર્નામેન્ટ માટે ટીમ મેનેજર બનાવવામાં આવ્યો છે.’
પોતાના સમયના લોકપ્રિય ખેલાડી, ઝમાને ભૂતકાળમાં રાષ્ટ્રીય જુનિયર ટીમનું કોચિંગ કર્યું છે અને FIHમાંથી કોચિંગમાં માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે. ઝમાન 1992 ઓલિમ્પિક, 1994 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પાકિસ્તાની ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત કોરિયા, ચીન, જાપાન અને મલેશિયાની ટીમો ભાગ લેશે. 8 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 6 ટીમોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ACT) ટુર્નામેન્ટ રમાશે. 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાશે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન ટીમના કેપ્ટન અમ્મદ શકીલ બટ્ટ અને કેટલાક ખેલાડીઓ અને સહાયક કોચ – ઝીશાન અશરફ અને ઉસ્માન વચ્ચે મતભેદ હોવાના અહેવાલ હતા. પરંતુ પીએસએફના અધિકારીઓએ ટીમમાં કોઈ મતભેદ હોવાનો ઈન્કાર કર્યો છે અને કહ્યું છે કે ટીમ એકજૂથ છે.
ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ચાર ટાઇટલ સાથે સૌથી સફળ ટીમ છે. તે જ સમયે, પાકિસ્તાન ત્રણ વખત ટૂર્નામેન્ટ જીત્યું છે, જ્યારે દક્ષિણ કોરિયા એક વખત ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 2018માં છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે આદેશ જારી, બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ પહેલા કરવું પડશે આ કામ