Video : રિષભ પંત રસ્તા પર બકરા ચરાવતો જોવા મળ્યો, ગિલ-ઈશાને તેને જોયો તો પૂછ્યો આ સવાલ

|

Oct 05, 2023 | 8:48 AM

રિષભ પંત BCCI દ્વારા શેર કરવામાં આવેલા નવા વીડિયોમાં જોવા મળ્યો છે, જેમાં તે બકરા ચરાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઈશાન કિશન અને શુભમન ગિલ પણ તેને સવાલો પૂછે છે. તમને જણાવી દઈએ કે આ તમામ બાબતો વન ડે વર્લ્ડ કપ સાથે જોડાયેલી છે, જેમાં ભારત 8 ઓક્ટોબરે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

Video : રિષભ પંત રસ્તા પર બકરા ચરાવતો જોવા મળ્યો, ગિલ-ઈશાને તેને જોયો તો પૂછ્યો આ સવાલ
Rishabh Pant

Follow us on

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) નો સમય આવી ગયો છે, જ્યાં 10 ટીમો વચ્ચે ટ્રોફી માટે ટક્કર થશે. ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં રિષભ પંત (Rishabh Pant) નું સ્થાન લગભગ નક્કી હતું, પરંતુ પછી કેટલાક સંજોગો એવા બદલાયા કે તેના માટે રમવું શક્ય ન બન્યું. હવે રિષભ પંત રસ્તા પર બકરા (Goat) ચરાવતો જોવા મળ્યો છે. ના, આમાં ચોંકાવનારું કંઈ નથી. વાસ્તવમાં, રિષભ પંત રસ્તા પર બકરીઓ સાથે જોવા મળ્યો હતો પરંતુ આ તેના એડ શૂટનો એક ભાગ છે.

BCCIએ શેર કર્યો વીડિયો

BCCIએ રિષભ પંતના 26માં જન્મદિવસ પર વર્લ્ડ કપનો આ વીડિયો અને તેનાથી સંબંધિત જાહેરાત શેર કરી છે. આ વીડિયોમાં પંત ઉપરાંત ઈશાન કિશન અને શુભમન ગિલ પણ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને વર્લ્ડ કપમાં ભારત 8મી ઓક્ટોબરે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

રિષભ પંત બકરા ચરાવતો જોવા મળ્યો

BCCI દ્વારા શેર કરવામાં આવેલી જાહેરાતમાં જોવા મળે છે કે રિષભ પંત રસ્તા પર બકરીઓ ચરાવી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાની બસ પાછળથી આવી રહી છે. રસ્તા પર બકરીઓના કારણે બસ ઉભી રહે છે અને શુભમન ગિલ અને ઈશાન કિશન તેમાંથી બહાર નીકળે છે.

ઈશાન અને ગિલે પૂછ્યું – તમે બસ કેમ રોકી?

બસમાંથી ઉતર્યા બાદ ઈશાન કિશન અને શુભમન ગિલ રિષભ પંતને પૂછે છે કે સ્ટેડિયમ હજુ દૂર છે, બસ અહીં કેમ રોકાઈ? આના પર પંત કહે છે કે જો તમારે વર્લ્ડ કપ જોઈએ છે તો દોડો, વોર્મ અપ થઈ જશે. GOAT બનવું કે નહીં.

GOAT શોધી રહ્યો છું…બકરી નહીં

હવે GOAT ને બકરી સમજવાની ભૂલ ન કરો. ખરેખર, અહીં GOAT બનવાનો અર્થ છે એક મહાન બેટ્સમેન બનવું, જેના વિશે રિષભ પંત ઈશાન કિશન અને શુભમન ગિલ સાથે વાત કરતો જોવા મળે છે. રિષભ પંતે કહ્યું, હું ભારતનો GOAT શોધી રહ્યો છું…બકરી નહીં!

આ પણ વાંચો : World Cup 2023 : રિઝર્વ ડે, સુપર ઓવર અને ઘણું બધું, જાણો વર્લ્ડ કપ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબો કે જે તમે જાણવા માગો છો

ભારતમાં 12 વર્ષ બાદ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પ્રથમ વખત છે જ્યારે ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે ભારતમાં જ યોજાઈ રહી છે. આ જ કારણ છે કે આ વખતે ચેમ્પિયન બનવા માટે ભારતનો દાવો સૌથી વધુ મજબૂત માનવામાં આવી રહ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article