IND vs ENG: ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર, આ ખેલાડીનું માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવાનું થયું કન્ફર્મ

માન્ચેસ્ટર ટેસ્ટ મેચ પહેલા, ટીમ ઈન્ડિયા ઘણા ખેલાડીઓની ઈજાઓથી પરેશાન હતી. અર્શદીપ સિંહ આ મેચમાંથી, જ્યારે નીતિશ કુમાર રેડ્ડી આખી શ્રેણીમાંથી જ બહાર થઈ ગયા હતા. આવા સમયે, એક ખેલાડીએ ટીમ ઈન્ડિયાને ફિટનેસ સંબંધિત સારા સમાચાર આપ્યા છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર, આ ખેલાડીનું માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવાનું થયું કન્ફર્મ
Team India
Image Credit source: Getty Images
| Updated on: Jul 21, 2025 | 6:25 PM

ટીમ ઈન્ડિયા સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં જીત સાથે શ્રેણીમાં વાપસી કરવાનો પડકાર છે. કેટલાક ખેલાડીઓની ઈજાઓએ આને વધુ મુશ્કેલ બનાવી દીધું છે. ફાસ્ટ બોલિંગ વિભાગ ઈજાઓથી ઝઝૂમી રહ્યો છે, જ્યારે ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ આ બધા વચ્ચે, ભારતીય ટીમને રાહતના સમાચાર પણ મળ્યા છે કારણ કે સ્ટાર વિકેટકીપર રિષભ પંત ચોથી ટેસ્ટ મેચ માટે તૈયાર દેખાય રહ્યો છે અને કોઈપણ સમસ્યા વિના બંને જવાબદારીઓ સંભાળી શકે છે.

લોર્ડ્સ ટેસ્ટમાં પંત થયો ઈજાગ્રસ્ત

લોર્ડ્સમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચના પહેલા દિવસે રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. વિકેટકીપિંગ કરતી વખતે પંતને ડાબા હાથની આંગળીમાં આ ઈજા થઈ હતી, જેના કારણે તે તે મેચમાં ફરીથી આ જવાબદારી નિભાવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં, ધ્રુવ જુરેલે તેની જગ્યાએ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી. જોકે, પંતે બંને ઈનિંગ્સમાં બેટિંગ કરી અને અડધી સદી પણ ફટકારી, પરંતુ આ દરમિયાન તે ઘણી મુશ્કેલીમાં પણ જોવા મળ્યો હતો.

 

પંતે વિકેટકીપિંગની પ્રેકિટસ શરૂ કરી

ત્યારથી, પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા કે શું પંત સંપૂર્ણપણે ફિટ થઈ જશે અને ચોથી ટેસ્ટ મેચમાં રમી શકશે? કે પછી તે ફક્ત બેટ્સમેન તરીકે રમશે અને વિકેટકીપિંગની જવાબદારી જુરેલને સોંપવામાં આવશે? પરંતુ એવું લાગે છે કે માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા લગભગ 8 દિવસના વિરામથી પંત અને ટીમ ઈન્ડિયાને રાહત મળી છે. 23 જુલાઈથી શરૂ થનારી આ મેચના 2 દિવસ પહેલા પંત ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર વિકેટકીપિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ કારણે, તે માન્ચેસ્ટર ટેસ્ટમાં રમશે તે નિશ્ચિત લાગી રહ્યું છે.

 

ટીમ ઈન્ડિયાનું ટેન્શન દૂર થશે

આટલા દિવસોમાં આ પહેલીવાર હતું જ્યારે પંતે વિકેટકીપિંગ ગ્લોવ્ઝ પહેર્યા અને પોતાની ફિટનેસનું પરીક્ષણ કર્યું. અહેવાલો અનુસાર, જોકે, પંતની ઈજાગ્રસ્ત આંગળીઓ પર હજુ પણ પાટો બાંધેલો હતો. જો પંત માન્ચેસ્ટર ટેસ્ટમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમવા માટે સક્ષમ બને છે, તો તે પ્લેઈંગ ઈલેવનની પસંદગીમાં કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલને રાહત મળશે. આ સાથે, તે કોઈ પણ ક્રમે બેટિંગ કરી શકે હે હાલ સારા ફોર્મમાં પણ છે. જો કે, કેપ્ટન અને કોચ સિવાય, પંત પોતે મેચ શરૂ થાય ત્યાં સુધી ખૂબ જ સાવધ રહેશે અને અંતિમ નિર્ણય મેચના દિવસે લેવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ICC rule book EP 1 : ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો પહેલો નિયમ શું છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો