Rishabh Pant Fitness : ફિટનેસની ‘સીડી’ ચઢી રહ્યો છે રિષભ પંત, Video જોઈને ફેન્સ થશે ખુશ

|

Jun 14, 2023 | 6:13 PM

રિષભ પંત છેલ્લા ઘણા અઠવાડિયાથી NCAમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ તેની રિહેબિલિટેશન (પુનર્વસન) પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. રિષભે તેની ફિટનસ અને ટ્રેનિંગને લઈ સોશિયલ મીડિયા પરે એક વીડિયો શેર કર્યો છે, જે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Rishabh Pant Fitness : ફિટનેસની સીડી ચઢી રહ્યો છે રિષભ પંત, Video જોઈને ફેન્સ થશે ખુશ
Rishabh Pant in NCA

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા દિવસે જ્યારે ટાર્ગેટનો પીછો કરતી વખતે વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓની વિકેટો પડી રહી હતી ત્યારે ચાહકોના દિલમાંથી એક જ ઈચ્છા નીકળી રહી હતી – ‘કાશ રિષભ પંત રમતો હોત’. આ ઈચ્છા તો પૂરી થઈ શકી નથી પરંતુ હવે રિષભ પંતે એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જે ટીમ ઈન્ડિયા અને તેના ફેન્સને હાશકારો આપશે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત, જે પાંચ મહિના પહેલા એક કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયો હતો, તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. હાલમાં તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન (પુનર્વસન) પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં તે NCA મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ફિટ થવાની દિશામાં આગળ પગલું ભરી રહ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

રિષભ પંતે ફિટનેસ અપડેટ આપ્યું

પંત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા સમયાંતરે ચાહકોને તેની ફિટનેસના અપડેટ્સ પણ આપે છે. આવી જ એક અપડેટ રિષભે એક વીડિયો દ્વારા આપી છે. 25 વર્ષીય રિષભ પંતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તે NCAમાં ટ્રેનર સાથે તેના ઈજાગ્રસ્ત ઘૂંટણને લગતી કસરતો કરી રહ્યો હતો.

પંત એક લાકડી પકડીને તેના ટેકાથી Lunges એક્સરસાઇઝ કરી રહ્યો હતો. હવે ઘૂંટણમાં જ સૌથી વધુ ઈજા થઈ છે તો ત્યાં દુખાવો થવો સ્વાભાવિક છે. એટલા માટે એક્સરસાઇઝ દરમિયાન તે ચીસ પાડતો જોવા મળ્યો હતો.


એટલું જ નહીં પંતે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે સીડીઓ ચડતો જોવા મળ્યો હતો. વીડિયોના પહેલા ભાગમાં પંતની જૂની ક્લિપ હતી, જેમાં તેને સીડીઓ ચઢવામાં મુશ્કેલી પડી રહી હતી. જ્યારે વીડિયોના બીજા ભાગમાં તે કોઈપણ મુશ્કેલી વિના સીડીઓ ચડતો જોવા મળ્યો હતો. તેણે તેની સાથે એ પણ લખ્યું છે કે કેટલીકવાર સાવ આસન કાર્યો પણ સરળ નથી હોતા.

આ પણ વાંચોઃ Gautam Gambhir Big Statement: ગૌતમ ગંભીરના વીરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું?

પંતની બીજી સર્જરી નહીં થાય

તાજેતરમાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંતને હવે વધુ સર્જરીની જરૂર નથી. વર્ષની શરૂઆતમાં મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં તેના જમણા ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પંતની રિકવરી અપેક્ષા કરતા વધુ સારી અને ઝડપી થઈ રહી છે. વીડિયો જોઈને ચોક્કસથી કરી શકાય છે કે પંત ઝડપથી સાજો થઈ રહ્યો છે અને નજીકના સમયમાં તે મેદાનમાં પ્રેક્ટિસ કરતો જોવા મળશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article