IPL 2023 અંતિમ તબક્કામાં છે, વિરાટ કોહલી સિઝનમાં શાનદાર ફોર્મમાં પરત ફરેલો જોવા મળ્યો છે. કોહલીએ ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી નોંધાવી હતી. વિરાટ કોહલીના પ્રદર્શનને લઈ સૌ કોઈ પ્રભાવિત છે. કોહલી તેના અસલી અંદાજમાં જોવા મળ્યો હતો, કોહલી તેના અસલી રંગમાં ગુરુવારે જોવા મળ્યો હતો. કોહલીના શતકીય પ્રદર્શન બાદ રિકી પોન્ટિંગને કોહલી થી WTC Final માટે અત્યારથી જ ડર સતાવી રહ્યો છે.
ભારતીય ટીમ સતત બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. આ વખતે સામનો ઓસ્ટ્રેલિયાનો થનારો છે. અગાઉ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં જીત મેળવી હતી. આ વખતે ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન બનવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દેશે.
ICC દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગે કોહલીને લઈ વાત કરી હતી. કોહલી અને પોન્ટિંગ બંને IPL દરમિયાન બેંગ્લુરુમાં થોડાક દિવસો પહેલા જ મળ્યા હતા. બંને વચ્ચે વાતચિત થઈ હતી. જેમાં કોહલીએ બતાવ્યુ હતુ કે, તેને લાગે છે કે તે હાલમાં કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. પોન્ટિંગે કહ્યું કે કોહલીએ ગુરુવારે હૈદરાબાદ સામે જે રીતે સદી ફટકારી તે દર્શાવે છે કે તે કયા ફોર્મમાં છે અને તે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા માટે મહત્ત્વની વિકેટ હશે.
Virat Kohli is in form and raring to go at the #WTC23 final against Australia 💪
Ricky Ponting reveals his conversation with the India batter 👇https://t.co/3kj1jYUdZj
— ICC (@ICC) May 19, 2023
પોન્ટિંગે કહ્યું કે, સામાન્ય રીતે ભારતીય સ્પિનરો અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો વચ્ચે સ્પર્ધા હોય છે, પરંતુ આ વખતે ઓવલના મેદાનની વિકેટના કારણે એવું નહીં થાય. પોતાની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને બે વખત વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન પોન્ટિંગે કહ્યું કે જ્યારે તે રમતો હતા, ત્યારે ઓવલની વિકેટ બેટિંગ માટે સારી વિકેટ હતી. તેણે કહ્યું કે આ મેચ શાનદાર રહેશે.
Published On - 7:54 pm, Fri, 19 May 23