Royal Challengers Bangalore vs Delhi Capitals WPL Live Score:મહિલા પ્રીમિયર લીગ શરુ થઈ ચૂકી છે. લીગની બીજી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની ટીમ આમને-સામને થશે. આરસીબીની કમાન્ડ લીગના સૌથી મોંઘા ખેલાડી સ્મૃતિના હાથમાં છે, જ્યારે દિલ્હીની કેપ્ટન વર્લ્ડ ચેમ્પિયન મેગ લેનિંગ છે.દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં બે વિકેટે 223 રન બનાવ્યા છે. આરસીબીને જીતવા માટે 224 રન બનાવવા પડશે.
આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં બે વિકેટે 223 રન બનાવ્યા હતા. તેના માટે ઓપનર શેફાલી વર્મા અને મેગ લેનિંગે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 91 બોલમાં 162 રનની ભાગીદારી નોંધાવી હતી. શેફાલી 45 બોલમાં 84 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. કેપ્ટન મેગ લેનિંગે 43 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન 14 ચોગ્ગા ફટકાર્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, દિશા કસાત, એલિસા પેરી, રિચા ઘોષ (વિકેટકીપર), હીથર નાઇટ, કનિષ્કા અહુજા, આશા શોભના, પ્રીતિ બોસ ,મીગન શટ અને રેણુકા ઠાકુર સિંહ.
દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, મારિયા કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલીસ કેપ્સી, જેસ જોનાસન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ અને તારા નોરિસ.
હેથર નાઈટ 8મી વિકેટના રુપમાં વિકેટ ગુમાવી હતી. તે તારા નોરિસનો શિકાર બની હતી. આમ આ સાથે તારાએ પાંચ વિકેટ પોતાના નામે કરી હતી.
હેથર નાઈટે મેરિજાન કેપ્પના બોલ પર છગ્ગો જમાવ્યો હતો. એક તરફી મેચમાં હવે અંતર નજીક કરવા રુપ પ્રયાસ બેંગ્લોરના બેટર કરી રહ્યા છે.
7મી વિકેટના રુપમાં શોભના આશા પરત ફરી છે. તેણે 96 રનના સ્કોર પર વિકેટ ગુમાવી દીધી છે. દિલ્હીની ટીમ માટે હવે મેચ એક તરફી બની ચૂકી છે.
13 મી ઓવરમાં તારા નોરિસે બેક ટુ બેક વિકેટ ઝડપી છે. પહેલા રિચા ઘોષ બાદ કનીકા આહુજાને ગોલ્ડન ડક વિકેટ ઝડપીને પરત મોકલી છે.
તારા નોરિસે પોતાની આગળની ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. હવે 13મી ઓવર લઈને આવી હતી અને બીજા બોલ પર તેમે રિચા ઘોષની વિકેટ ઝડપી હતી. રિચા 2 રન નોંધાવીને પરત ફરી હતી.
11મી ઓવરમાં વધુ એક વિકેટ દિલ્હીને હાથ લાગી છે. તારા નોરિસે આ વખતે દિશા કસાટને શિકાર બનાવી છે. ઓવરના 5માં બોલ પર તેને કેસ્પિના હાથમાં કેચ ઝડપાવી હતી. તે 9 રન બનાવીને પરત ફરી હતી.
11મી ઓવર તારા નોરિસ લઈને આવી હતી. આ ઓવરના ત્રીજા બોલ પર એલિસ પેરીની વિકેટ ઝડપી હતી.પેરી ક્લીન બોલ્ડ થઈને પરત ફરી હતી. તેણે 19 બોલમાં 31 રન નોંધાવ્યા હતા.
10મી ઓવવરમાં એલિસ પેરીએ સળંગ 3 ચોગ્ગા જમાવ્યા હતા. આ ઓવર રાધા યાદવ લઈને આવી હતી. જેની પર પ્રથમ બોલ પર 2 રન અને બાદમાં સળંગ બાઉન્ડરી મેળવી હતી.
કેસ્પીએ સ્મૃતિ મંધાનાની વિકેટ ઝડપી છે. દિલ્હી માટે આ મોટી વિકેટ હાથ લાગી છે અને બેંગ્લોરના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા છે. સ્મૃતિ મંધાના 23 બોલનો સામનો કરીને 35 રન નોંધાવી પરત ફરી છે.
સોફી ડિવાઈને વિકેટ ગુમાવી દીધી છે.તે 14 રન નોંધાવીને પેવેલિયન પરત ફરી છે. શેફાલીએ જબરદસ્ત ડાઈવ લગાવીને કેચ ઝડપીને તેને પરત મોકલી છે.
ડિવાઈને 3 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હચા. મંધાના બાદ ડિવાઈન પણ આક્રમક અંદાજ સાથે રમતની શરુઆત કરી હતી.
મંધાનાએ બીજી ઓવરમાં તોફાની રમત રમી હતી. બીજી ઓવરમાં ત્રીજા બોલ પર છગ્ગો જમાવ્યો હતો અને પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
પ્રથમ ઓવરમાં દિલ્હીની શિખા પાંડેએ માત્ર 3 રન આપ્યા હતા. કેપ્ટન સ્મૃતિ મંધાના અને ડિવાઈન બંને ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર છે
આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં બે વિકેટે 223 રન બનાવ્યા હતા. તેના માટે ઓપનર શેફાલી વર્મા અને મેગ લેનિંગે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 91 બોલમાં 162 રનની ભાગીદારી નોંધાવી હતી. શેફાલી 45 બોલમાં 84 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. કેપ્ટન મેગ લેનિંગે 43 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન 14 ચોગ્ગા ફટકાર્યા હતા.
163 રનમાં બે વિકેટ પડી ગયા બાદ દિલ્હી કેપિટલ્સનો દાવ કેપ અને જેમિમા રોડ્રિગ્ઝે સંભાળ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 31 બોલમાં અણનમ 60 રનની ભાગીદારી કરી હતી. કેપ 17 બોલમાં 39 અને જેમિમા રોડ્રિગ્ઝે 15 બોલમાં 22 રન બનાવીને અણનમ રહી હતી. કેપે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ જેમિમાએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આરસીબી તરફથી નાઈટે બંને વિકેટ લીધી હતી.
દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં બે વિકેટે 223 રન બનાવ્યા છે. આરસીબીને જીતવા માટે 224 રન બનાવવા પડશે.
જેમિમા રોડ્રિગ્ઝ 20મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
દિલ્હી કેપિટલ્સનો સ્કોર 200 રનને પાર કરી ગયો છે. કેપે 19મી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી અને આ સાથે દિલ્હીનો સ્કોર 200 રનને પાર કરી ગયો.
શેફાલી અને લેનિંગ પેવેલિયનમાં પાછા ફર્યા પછી, જેમિમા અને કેપ ટીમને આગળ વધાવી રહ્યા છે. પેરી ઓવરમાં, કેપ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે. આ પછી, જેમિમાએ પ્રિટીના ઓવરમાં સતત 2 ચોગ્ગા ચોગ્ગા ફટકાર્યા
મારિયાએ 19મી ઓવરમાં ઉપરા ઉપરી 2 સિક્સ ફટકારી છે. આ સાથે દિલ્હી કેપિટલ્સનો સ્કોર 210 રન પર પહોંચ્યો છે
દિલ્હી કેપિટલ્સનો સ્કોર 200 રનને પાર
દિલ્હી કેપિટલ્સે 2 વિકેટના નુકસાન પર 18 ઓવરમાં 195 રન બનાવ્યા છે.
18મી ઓવરના ત્રીજા બોલ પર મારિયા કેપ ચોગ્ગો ફટકાર્યો
આરસીબીને 15 મી ઓવરના ત્રીજા બોલ પર પ્રથમ સફળતા મળી. હિથર નાઈટે દિલ્હીના કેપ્ટન મેગને ક્લીન બોલ્ડ કરી. લેનિંગે 43 બોલમાં 72 રન બનાવ્યા. તેણે તેની ઇનિંગ્સમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના પછી, શેફાલી વર્મા પણ પેવેલિયનમાં પરત ફરી હતી. રિચા ઘોષે પાંચમા બોલ પર શેફાલીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો . શેફાલીએ 45 બોલમાં 84 રન બનાવ્યા. તેણે 10 ચોગ્ગા અને ચાર સિક્સર ફટકાર્યા. જેમીમા રોડરિગ્ઝ અને માર્જન કેપ ક્રીઝ પર હાજર છે. દિલ્હીએ 15 ઓવરમાં બે વિકેટ માટે 164 રન બનાવ્યા છે.
મારિયા કેપ ક્રિઝ પર આવતા જ ચોગ્ગો ફટકાર્યો
દિલ્હી કેપિટલ્સને ઉપરા ઉપરી બે ઝટકા લાગ્યા હતા. પ્રથમ ઝટકો મેગ લેનિંગ 72 રન બનાવી આઉટ થઈ, જ્યારે બીજો ઝટકો શેફાલી વર્માના રુપમાં લાગ્યો હતો.
43 બોલમાં 72 રન બનાવી મેગ લેનિંગ પેવેલિયન પરત ફરી,દિલ્હી કેપિટલ્સ પ્રથમ ઝટકો, મેગ લેનિંગ 72 રન બનાવી આઉટ
મેગ લેનિંગ 15મી ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો
શેફાલી વર્મા 44 બોલમાં 84 રન બનાવી ક્રિઝ પર રમી રહી છે. દિલ્હીનો સ્કોર 153 રન છે.
1️⃣5️⃣0️⃣ partnership!
An incredible opening stand this between @DelhiCapitals skipper Meg Lanning and @TheShafaliVerma 🔥🔥#DC move to 153/0 after 14 overs!
Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/RVgU4BgU6q
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2023
શેફાલીએ એલિસા પેરીની 14મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
દિલ્હીની તોફાની બેટિંગ ચાલુ છે. તેણે કોઈ નુકસાન વિના 13 ઓવરમાં 145 રન બનાવ્યા છે. શેફાલી વર્મા 41 બોલમાં 78 રન બનાવીને અણનમ છે. તે જ સમયે, મેગ લેનિંગે 37 બોલમાં 62 રન બનાવ્યા છે.
દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વિકેટ માટે કોઈ તક આપી નથી. દિલ્હીએ વિકેટ વિના 13 ઓવરમાં 145 રન બનાવ્યા છે.
6️⃣4️⃣6️⃣ @TheShafaliVerma is dealing in boundaries here in Mumbai 😎🎆
Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/vXl5rOEgSh
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2023
13મી ઓવર પ્રીતિ લઈને આવી જેના પ્રથમ બોલ પર મેગ લેનિંગે ચોગ્ગો ફટકાર્યો.ત્યારબાદ ત્રીજા બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો હતો.
12મી ઓવરના પાંચમા બોલ પર શેફાલી વર્માએ ચોગ્ગો ફટકાર્યો અને ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
શેફાલી વર્માએ રેણુકાની બોલિગની 12મી ઓવરના ના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
શેફાલી વર્માએ 11મી બોલના પાંચમા બોલ પર સિક્સ ફટકારી છે. અત્યારસુધી મેચમાં 16 ચોગ્ગા અને 4 સિક્સ દિલ્હીના ખાતામાં આવી ચૂકી છે.
મેગ લેનિં 30 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી છે.
દિલ્હી કેપિટલ્સની 10 મી ઓવરના ચોથા બોલ પર 100 રન પૂર્ણ થયા હતા. શેફાલી વર્મા મેગનના રન ટીમથી 100 રન સુધી પહોંચી ગઈ. તેણે તેની અડધી સદી પણ પૂર્ણ કરી. દિલ્હીએ કોઈપણ નુકસાન વિના 10 ઓવરમાં 105 રન બનાવ્યા છે. શેફાલી વર્મા 32 બોલમાં 54 રન બનાવીને અણનમ છે. તે જ સમયે, કેપ્ટન મેગ લેનિંગે 28 બોલમાં 47 રન બનાવ્યા છે.
!
A cracking shot by @TheShafaliVerma to bring up the first maximum of the day
Watch ️ #TATAWPL | #RCBvDC https://t.co/jNJMBVFjnN pic.twitter.com/YDXpAp1l1x
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2023
મેગ લેનિંગે 8મી ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.8મી ઓવર પ્રીતિ લઈને આવી હતી
દિલ્હી કેપિટલ્સની ટીમ 64 રન બનાવ્યા છે. હજી સુધી ટીમની વિકેટ પડી નથી કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માએ આક્રમક શરૂઆત કરી છે.
શેફાલી વર્મા 29 અને મેગ લેનિંગ 24 રન બનાવ્યા પછી ક્રીઝ પર છે. દિલ્હી કેપિટલ્સે પાવરપ્લેમાં 57 રન બનાવ્યા છે. સોફી ડિવાઈની ઓવરમાં 20 રન આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ 6 ઓવરમાં કોઈપણ વિકેટ વગર 57 રન બનાવ્યા.
શેફાલી વર્માએ છઠ્ઠી ઓવરના પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો
મેગ લેનિંગ ચોગ્ગો 6મી ઓવરમાં ઉપરા ઉપરી બે ચોગ્ગા ફટકાર્યા છે. મેગ લેનિંગ અડધી સદી પુરી કરવાને નજીક છે
A confident start so far from the @DelhiCapitals openers! 👌👌#DC move to after 22/0 after 3 overs!
Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/VQP0SUAMAg
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2023
શેફાલી વર્માએ પાંચમી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. શેફાલી વર્મા 20 રન બનાવી ક્રિઝ પર રમી રહી છે.
દિલ્હીએ કોઈપણ નુકસાન વિના ચાર ઓવરમાં 29 રન બનાવ્યા છે. શેફાલી વર્મા 12 બોલમાં 15 રન બનાવીને અણનમ છે. તે જ સમયે, કેપ્ટન મેગ લેનિંગે 12 બોલમાં 14 રન બનાવ્યા છે. શેફાલીએ ચોગ્ગા અને સિક્સ ફટકારી છે. લેનિંગના બેટમાંથી ત્રણ ચોગ્ગા બહાર આવ્યા છે.
શેફાલી વર્માએ મેચની પ્રથમ સિક્સ ફટકારી.દિલ્હીની કેપિટલ્સની 3 ઓવર પૂરી થઈ છે. તેણે કોઈ નુકસાન વિના 22 રન બનાવ્યા છે. રેણુકા ઠાકુરએ પ્રથમ ઓવરમાં ફક્ત ત્રણ રન આપ્યા હતા. તેના પછી, મેગન શૂટ બોલિંગ માટે આવી હતી. ત્યારબાદ રેણુકા સિંહ બોલિંગ લઈને આી હતી 3 ઓવર બાદ દિલ્હીનો સ્કોર લેનિંગ 14 રન અને શેફાલી 8 રનના સ્કોર પર રમી રહી હતી.
ત્રીજી ઓવર રેણુકા સિંહ લઈને આવી, ઓવરના ચોથા બોલ પર મેગ લેનિંગે ચોગ્ગો ફટકાર્યો હતો.
કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્મા ક્રિઝ પર છે.દિલ્હી કેપિટલ્સનો સ્કોર બે ઓવર બાદ 17-0 રન પર છે.
શેફાલી વર્માએ બીજી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
1 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 3-0 છે.
દિલ્હી કેપિટલ્સની ઇનિંગ્સ શરૂ થઈ છે. વિસ્ફોટક બેટ્સમેન શેફાલી વર્મા કેપ્ટન મેગ લેનિંગ સાથે ક્રીઝ પર ઉતરી છે. બેંગ્લોર માટે બોલિંગની શરૂઆત રેણુકા ઠાકુર દ્વારા કરવામાં આવી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગની બીજી મેચમાં ટોસ જીત્યો. તેણે દિલ્હી કેપિટલ્સની સામે પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું છે. દિલ્હીની ટીમમાં પાંચ વિદેશી ખેલાડીઓ છે. આઈપીએલમાં ફક્ત ચાર વિદેશી ખેલાડીઓ રમી શકે છે, પરંતુ મહિલા પ્રીમિયર લીગમાં પાંચને મંજૂરી છે. જો કે, પાંચમો વિદેશી ખેલાડી સહયોગી દેશનો હશે. દિલ્હીએ અમેરિકાની તારા નોરિસને ટીમમાં રાખી છે.
🚨 A look at the Playing XIs 🔽
Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/QwhEwkhy6P
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2023
🚨 Toss Update 🚨@mandhana_smriti has won the toss & @RCBTweets have elected to bowl against @DelhiCapitals in their first match of the #TATAWPL. #RCBvDC pic.twitter.com/qXBmbH7562
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2023
શેફાલી વર્મા, મેગ લેનિંગ (કેપ્ટન), મારિયા કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, તાન્યા ભટિયા (વિકેટકીપર), અરુધતી રેડ્ડી, શિખા પાંડે, રાધા યદાવ, તારા નોરિસ.
આજે WPL 2023 માં પ્રથમ ડબલ હેડર છે. સુપર સન્ડે ખાસ બની રહેશે કારણ કે દર્શકોને બે મેચ જોવા મળશે. પ્રથમ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે જ્યારે બીજી મેચ નવી મુંબઈમાં રમાશે. આ પણ વાંચો : UP vs GG, WPL 2023: ડબલ હેડર મેચ સાથે આજે સુપર સન્ડે હશે ખુબ ખાસ , પહેલી હાર ભૂલીને ફરી ગુજરાત તૈયાર
સ્મૃતિ મંધાના, સોફી ડિવાઇન, દિશા કાસત, એલિસ પેરી, રિચા ઘોષ, હિથર નાઈટ, કનીકા આહુજા, આશા શોભના, મેગન શૂટ, પ્રીતિ બોઝ અને રેણુકા સિંહ
સ્મૃતિ માંધનાએ ટોસ જીત્યો. આરસીબીએ પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું. દિલ્હી કેપિટલ્સ ટીમ પહેલા બેટિંગ કરશે
મહિલા પ્રીમિયર લીગની બીજી મેચ રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમવામાં આવશે.
Published On - 3:08 pm, Sun, 5 March 23