ફાફ ડુપ્લેસીના ફીટ ના હોવાના કારણે છેલ્લી બે મેચથી વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની કપ્તાની સંભાળી રહ્યો છે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ બંને મેચમાં આરસીબીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને બંને મેચમાં ટીમે જીત મેળવી છે. રાજસ્થાન સામે પણ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને વિરાટનું કપ્તાન તરીકે પ્રદર્શન શાનદાર રહ્યું છે, પણ જીતની ખુશીમાં આરસીબીની ટીમથી મેદાન પર મોટી ભૂલ થઇ ગઇ હતી અને તે ભૂલ માટે તેને દંડ ભરવો પડશે. IPL 2023માં હાલમાં આરસીબીની ટીમ 8 પોઇન્ટ સાથે 5માં સ્થાને ટેબલ પર છે.
નોંધપાત્ર છે કે રાજસ્થાન સામે રમાયેલ મેચમાં સ્લો ઓવર રેટના કારણે વિરાટ કોહલી પર કેપ્ટન હોવાના કારણે 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફક્ત વિરાટ જ નહીં પણ ટીમના તમામ ખેલાડીઓ પર 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલ 2023માં આ બીજી મેચ છે કે જ્યારે ટીમ સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રથમ મેચમાં ફાફ ડુપ્લેસી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો અને તેના પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આઇપીએલમાં સીઝન 2023માં બે વખત સ્લો આવર રેટના કારણે આરસીબીની ટીમ પર દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમના બોલર અને ટીમ જો આ ભૂલ ફરી કરશે તો 30 લાખના દંડ સાથે ટીમના કેપ્ટન પર એક મેચનો બેન લગાવવામાં આવશે. એટલે કે હવે વિરાટ કોહલી પર બેનનો ખતરો છે. કોહલીએ રાજસ્થાન સામે મેચમાં ટોસના સમયે જણાવ્યું હતું કે આવનાર મેચમાં તે આરસીબીનું નેતૃત્વ કરતા દેખાશે.
આ પણ વાંચો: WTC Team India: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 ગુજ્જુ ખેલાડી મચાવશે ધમાલ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 7 રનથી શાનદાર માત આપી હતી. આરસીબીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 6 વિકેટ ગુમાવી 182 રન જ બનાવ્યા હતા. આરસીબી તરફથી ફાફ ડુપ્લેસીએ 62 અને ગ્લેન મેક્સવેલે 77 રનની ઇનિંગ રમી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…