Ravichandran Ashwinની રેકોર્ડતોડ વાપસી, પિતા બાદ પુત્રને આઉટ કરી રચ્યો ઈતિહાસ, જુઓ Video

|

Jul 13, 2023 | 8:38 AM

આ સાથે તે નંબર 1 ટેસ્ટ બોલર ઈંગ્લેન્ડના પેસર જેમ્સ એન્ડરસનથી આગળ નીકળી ગયો છે. એન્ડરસનને 181 મેચમાં 32 વાર 5 વિકેટ લીધી હતી. આ લિસ્ટમાં એક્ટિવ ખેલાડીઓમાં અશ્વિન પ્રથમ સ્થાન પર છે. જોકે, સૌથી વધારે 5 વિકેટ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને લીધી હતી. તેણે 67 વાર 5 વિકેટ લીધી હતી.

Ravichandran Ashwinની રેકોર્ડતોડ વાપસી, પિતા બાદ પુત્રને આઉટ કરી રચ્યો ઈતિહાસ, જુઓ Video
ind vs wi 1st test day 1 ravichandran ashwin

Follow us on

Dominica : ઈંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ટીમમાં અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું ન હતું. કેપ્ટનના આ નિર્ણય પર ઘણા સવાલો પણ થયા હતા. અશ્વિનને (Ravichandran Ashwin) ભલે આ ફાઈલન મેચમાં સ્થાન ન મળ્યું , પણ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરતા જ વેસ્ટ ઈન્ડિઝ સામે તેણે કહેર મચાવ્યો હતો.

અશ્વિને 93મી મેચમાં 33મી વાર એક ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. આ સાથે તે નંબર 1 ટેસ્ટ બોલર ઈંગ્લેન્ડના પેસર જેમ્સ એન્ડરસનથી આગળ નીકળી ગયો છે. એન્ડરસનને 181 મેચમાં 32 વાર 5 વિકેટ લીધી હતી. આ લિસ્ટમાં એક્ટિવ ખેલાડીઓમાં અશ્વિન પ્રથમ સ્થાન પર છે. જોકે, સૌથી વધારે 5 વિકેટ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને લીધી હતી. તેણે 67 વાર 5 વિકેટ લીધી હતી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ પણ વાંચો : Afghanistan cricket: અફઘાનિસ્તાન ક્રિકેટની ચમક વધી રહી છે, BCCIની પણ છે મોટી ભૂમિકા

પ્રથમ દિવસે લીધી 5 વિકેટ

 

  • ઓસ્ટ્રેલિયા સામે 7 વાર પાંચ વિકેટ
  • ઈંંગ્લેન્ડ વિરુદ્ધ 6 વાર પાંચ વિકેટ
  • ન્યૂઝિલેન્ડ સામે 6 વાર પાંચ વિકેટ
  • વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વાર પાંચ વિકેટ
  • સાઉથ આફ્રીકા સામે 5 વાર પાંચ વિકેટ
  • શ્રીલંકા સામે 3 વાર પાંચ વિકેટ
  • બાંગ્લાદેશ સામે 1 વાર પાંચ વિકેટ

 

 

પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર પ્રથમ ખેલાડી બન્યો

 

શિવનારાયણ ચંદ્રપોલ અને તેગનારાયણ ચંદ્રપોલ વેસ્ટ ઈન્ડિઝ માટે રમનાર પિતા-પુત્રની જોડી છે. અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. આસ પહેલા કોઈ ભારતીય બોલર આ કમાલ કરી શક્યો નથી.

ટેસ્ટમાં પિતા અને પુત્રની વિકેટ લેનાર બોલર

  • ઇયાન બોથમ (લાન્સ અને ચેર કેર્ન્સ)
  • વસીમ અકરમ (લાન્સ અને ચેર કેર્ન્સ)
  • મિશેલ સ્ટાર્ક (શિવનારીન અને ટેગેનરીન)
  • સિમોન હાર્મર (શિવનારીન અને ટેગેનરીન)
  • અશ્વિન (શિવનારાયણ ચંદ્રપોલ અને ટેગેનરીન ચંદ્રપોલ

આ પણ વાંચો : IND vs WI: ઈશાન કિશન ટીમ ઈન્ડિયાનો 307મો ટેસ્ટ ક્રિકેટર બન્યો, આક્રમક બેટિંગની ક્ષમતાએ અપાવ્યું ટીમમાં સ્થાન

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 700 વિકેટ પૂર્ણ કરી

  • અનિલ કુંબલે – 956 વિકેટ
  • હરભજન સિંહ – 711 વિકેટ
  • અશ્વિન – 702 વિકેટ*

અશ્વિને ટેસ્ટ , વનડે અને ટેસ્ટ ક્રિકેટ મળીને 700 વિકેટ લીધી હતી. તેના નામે હાલમાં 702 વિકેટ થઈ હતી. આ પહેલા હરભજન સિંહ (711) અને અનિલ કુંબલે (956) આ કારનામું કરી ચૂક્યા હતા.

આ પણ વાંચો : 1500 રૂપિયામાં જીવન ગુજારતો યશસ્વી જયસ્વાલ કેવી રીતે બન્યો કરોડપતિ? જાણો પાણીપુરીની લારીથી ટીમ ઈન્ડિયા સુધીની રોચક સફર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article