ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) હાલમાં ઈંગ્લેન્ડથી ભારત સુધી દરેકના નિશાના પર છે. કોરોના વાઈરસના ચેપને કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની માન્ચેસ્ટર ટેસ્ટ (Manchester Test) રદ થયા પછી અંગ્રેજી મીડિયા ચાહકોથી લઈને ભારતમાં ચાહકો, ભારતીય કોચની પાછળ પડ્યા છે. કારણ – આ ઘટના રવિ શાસ્ત્રીના પુસ્તકને લઈને બની હતી.
ત્યારબાદ ભારતીય ટીમ (Team India)ના સપોર્ટ સ્ટાફમાં ચેપના 5 કેસ નોંધાયા હતા. શ્રેણીની અંતિમ ટેસ્ટ રદ કરવી પડી હતી, જેણે બંને ટીમો, ક્રિકેટ બોર્ડ અને ચાહકોમાં નિરાશા વ્યાપી હતી. હવે આ મામલે પ્રથમ વખત ભારતીય કોચે પોતાનું મોં ખોલીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
રવિ શાસ્ત્રીનું પુસ્તક લંડનના ઓવલમાં ચોથી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમની હોટલમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત ટીમના તમામ સભ્યો હાજર હતા. આ સાથે ઘણા બહારના લોકો પણ આ ઈવેન્ટનો ભાગ બન્યા હતા. ચાર દિવસ પછી રવિ શાસ્ત્રી અને ટીમના બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયો નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા હતા અને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
આખરે તેનો ફટકો ટેસ્ટ શ્રેણી પર પડ્યો હતો અને છેલ્લી મેચ રદ કરવી પડી હતી. ત્યારથી દરેક વ્યક્તિ સમગ્ર પરિસ્થિતિ માટે રવિ શાસ્ત્રીને જવાબદાર ઠેરવી રહ્યા છે. ભારતીય કોચે હવે આ મામલે પોતાનો બચાવ કર્યો છે. એક મીડિયા અહેવાલમાં વાત કરતા શાસ્ત્રીએ કહ્યું કે આખો દેશ (યુનાઈટેડ કિંગ્ડમ) ખુલ્લો હતો. પ્રથમ ટેસ્ટ મેચથી જ કંઈ પણ થઈ શકતુ હતુ.
માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને BCCIના ભારતીય કોચ સાથે નારાજગીની પણ ચર્ચા થઈ હતી. અંગ્રેજી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઈવેન્ટ માટે ECBની કોવિડ પ્રોટોકોલ ટીમ પાસેથી પરવાનગી લેવામાં આવી નથી. આ દરમ્યાન ભારતીય કોચ અને કેપ્ટને આ ઈવેન્ટ માટે BCCI પાસેથી કોઈ પરવાનગી લીધી ન હતી.
શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને ચેપ લાગ્યો હોવા છતાં ઓવલ ટેસ્ટના ચોથા અને પાંચમાં દિવસ રમવામાં આવ્યા અને ભારત જીતી ગયું. જો કે ભારતીય ટીમે માન્ચેસ્ટર ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ટીમના જુનિયર ફિઝિયો યોગેશ પરમારને ચેપ લાગ્યા બાદ ટેસ્ટ મેચ રમવાનો ઈનકાર કર્યો હતો, ત્યારબાદ બંને બોર્ડે મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.