મેદાનની બહારના વિવાદો ભૂલી હવે પૃથ્વી શો (Prithvi Show) પોતાની કારકિર્દી પાટા પર લાવવાની અને ટીમ ઈન્ડિયામાં પરત ફરવાની આશા સાથે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ (County Cricket) માં પહોંચી ગયો છે. જો કે અહીં પણ શોની શરૂઆત બહુ સારી રહી ન હતી અને પોતાની ડેબ્યૂ મેચમાં પણ તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો.
23 વર્ષીય મુંબઈનો ઓપનર પૃથ્વી શો હાલમાં ઈંગ્લેન્ડમાં છે, જ્યાં તે નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્લબનો ભાગ છે. પૃથ્વી વર્તમાન સિઝનમાં આ કાઉન્ટી ટીમ માટે ODI ટૂર્નામેન્ટ અને T20 બ્લાસ્ટની કેટલીક મેચ રમવા આવ્યો છે. પૃથ્વી શો પહેલીવાર કાઉન્ટી ક્રિકેટનો ભાગ બન્યો છે પરંતુ તેના માટે શરૂઆત બહુ સારી રહી ન હતી. તે તેની પહેલી જ મેચમાં વહેલો આઉટ થયો હતો.
શુક્રવાર, ઓગસ્ટ 4 ના રોજ, નોર્થમ્પ્ટન વન ડે કપમાં ગ્લુસેસ્ટરશાયરનો સામનો કર્યો હતો. શોએ આ મેચથી ઇંગ્લિશ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેની ટીમને 279 રનનો ટાર્ગેટ મળ્યો, જેના જવાબમાં પૃથ્વીએ પોતાની ટીમ માટે ઓપનિંગ કર્યું. નોર્થમ્પટનની વિકેટો શરૂઆતથી જ પડવા લાગી પરંતુ પૃથ્વી બીજા છેડે ટકી રહ્યો. તે ઝડપી ગતિએ બેટિંગ કરી રહ્યો હતો પરંતુ પછી એક શાનદાર બોલ પર તેની વિકેટ પડી ગઈ.
HIT WICKET!!!! 🚀
Paul van Meekeren with a fierce bumper that wipes out Prithvi Shaw who kicks his stumps on the way down. What a delivery! Shaw goes for 34.
Northants 54/6.#GoGlos 💛🖤 pic.twitter.com/EMYD30j3vy
— Gloucestershire Cricket (@Gloscricket) August 4, 2023
નેધરલેન્ડનો ઝડપી બોલર પોલ વાન મીકરેન 16મી ઓવરમાં ગ્લુસેસ્ટર તરફથી બોલિંગ કરી રહ્યો હતો. તેણે છેલ્લા બોલ પર ઘાતક બાઉન્સર માર્યો હતો. શોએ તેને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયો નહીં અને ક્રીઝ પર પડી ગયો. તે પડતાં જ તેનો પગ સ્ટમ્પ સાથે અથડાયો અને બેલ્સ ઊડી ગઈ. આ સાથે શોની ઇનિંગ્સનો અંત આવ્યો. તેણે 34 બોલમાં 34 રન બનાવ્યા હતા.
અગાઉ, શોએ નોર્થમ્પટનની સેકન્ડ ઇલેવન સામે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં જોરદાર બેટિંગ કરી હતી અને માત્ર 39 બોલમાં 65 રન બનાવ્યા હતા. તે પોતાની ડેબ્યૂ મેચમાં તેનું દમદાર પુનરાવર્તન કરી શક્યો નહોતો. જોકે શો પાસે ઇંગ્લેન્ડથી પરત ફરવા માટે હજુ ઘણો સમય છે. અત્યારે પૃથ્વીને આ ટૂર્નામેન્ટમાં કેટલીક વધુ મેચ રમવાની છે, જેમાં તે સારું પ્રદર્શન કરી શકે છે.