
આઈપીએલ 2023ની અડધી લીગ મેચ પૂર્ણ થઈ ચૂકી છે. તમામ ટીમોને હજુ 14-14 મેચો રમવાની છે અને તેમાંથી 7-7 મેચ તમામ ટીમોએ રમી લીધી છે. કુલ 70 મેચના લીગ ફેઝમાં 35 મેચ મંગળવાર 25 એપ્રિલ સુધી રમાય ચૂકી છે. ત્યારબાદ જે આઈપીએલની 16મી સીઝનની ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ છે તે રસપ્રદ બની રહી છે. ઓરેન્જ કેપમાં ટોપ 5માં ત્રણ વિદેશી ખેલાડી અને 2 ભારતીય ખેલાડી છે. જ્યારે પર્પલ કેપની રેસમાં ટૉપ 5માં ભારતીય ખેલાડીઓ અને એક વિદેશી ખેલાડી છે.
આઈપીએલ 2023ની ઓરેન્જ કેપની વાત કરીએ તો આ લિસ્ટમાં ફાફ ડુપ્લેસિસ સૌથી આગળ છે. જેમણે 7 ઈનિગ્સમાં 405 રન બનાવ્યા છે. બીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સના બેટસમેન ડેવન કૉનવે છે. તેમણ 314 રન અત્યારસુધી બનાવ્યા છે. લિસ્ટમાં ત્રીજા સ્થાને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર છે. જેમણે 306 રન આ ટૂર્નામેન્ટમાં બનાવ્યા છે. ચોથા નંબર પર શુભમન ગિલ પહોંચી ચૂક્યો છે. તેમણે મુંબઈ સામે અડધી સદી ફટકારી અને 284 રનની સાથે વિરાટથી આગળ છે. આરસીબીનઓ ઓપનર વિરાટ કોહલી 279 રન સાથે પાંચમા સ્થાન પર છે.
આ પણ વાંચો : IPL 2023 : આ સિઝનમાં યુવા નહીં અનુભવી ખેલાડીઓ કરી રહ્યા છે અજાયબીઓ, અજિંક્ય રહાણેથી લઈને અમિત મિશ્રા જુઓ સંપૂર્ણ યાદી
બીજી તરફ જો પર્પલ કેપની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના વાઇસ કેપ્ટન રાશિદ ખાન હવે ટોપ પર પહોંચી ગયો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 2 વિકેટ ઝડપી અને તેણે મોહમ્મદ સિરાજને પાછળ છોડી દીધો. RCB તરફથી સિરાજે 13 અને રાશિદે 14 વિકેટ ઝડપી છે. આ યાદીમાં ત્રીજું નામ અર્શદીપ સિંહનું છે જેણે પંજાબ કિંગ્સ માટે 13 વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેને 12-12 વિકેટ લીધી છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…