IPL એ પાકિસ્તાનમાં લગાવી દીધી ‘આગ’, જય શાહના એક નિવેદન થી જ દુશ્મન દેશમાં હલચલ મચી ગઈ

|

Jun 17, 2022 | 11:22 AM

પાકિસ્તાન પહેલા પણ એ ચર્ચાઓમાં વાત કબૂલી ચુક્યુ છે, કે તેમનુ બોર્ડ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની આવક પર પરોક્ષ રીતે નિર્ભર છે. આમ છતાં પણ પાકિસ્તાન ક્રિકેટ (PCB) ને હજુય બીસીસીઆઈની કેટલીક બાબતોની ઈર્ષા છૂટતી નથી.

IPL એ પાકિસ્તાનમાં લગાવી દીધી આગ, જય શાહના એક નિવેદન થી જ દુશ્મન દેશમાં હલચલ મચી ગઈ
Jay Shahના નિવેદન બાદ પાકિસ્તાન ભડક્યુ

Follow us on

ઈન્ડિન પ્રીમિયર લીગ (IPL) ની સફળતા જોઈને પાકિસ્તાન પહેલાથી જ ઈર્ષા દર્શાવી રહ્યુ છે. પાકિસ્તાનમાં કેટલાક ક્રિકેટ ચાહકો અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો પણ આઇપીએલની સફળતાથી અંજાઈને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) ને શીખ લેવા માટે પણ ટોણા મારી ચુક્યા છે. ત્યા ઈર્ષાના પણ એટલાજ ઉદાહરણ સામે આવતા રહેતા હોય છે. ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણયોને લઈને પણ તે અવાર નવાર આઇસીસીમાં ફરીયાદ લઈને પહોંચ્યાના કિસ્સા છે. આવી સ્થિતીમાં BCCI ના સેક્રેટરી જય શાહે (Jay Shah) એક નિવેદન આઇપીએલને લઈને કરતા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભડકી ઉઠ્યુ છે. તે હવે જુલાઈમાં ICC સામે તે નિવેદનમાં રજૂ કરાયેલા મુદ્દાને ઉઠાવશે.

જય શાહે કહ્યું હતું કે આઈસીસીના આગામી ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે અઢી મહિનાનો સમય રહેશે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે BCCI આ અંગે વિશ્વના અન્ય ક્રિકેટ બોર્ડ અને ICC સાથે વાત કરી ચૂક્યું છે. આ નિવેદનથી પાકિસ્તાનને આંચકો લાગ્યો છે. આમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડેને આઇપીએલને મળનારા અઢી મહિનાના વિંડોથી ઇર્ષા હવે એમ બતાવી રહ્યુ છે કે તે આ અંગે કેટલાક પગલાં લેવાનું વિચારી રહ્યુ છે.

પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ હવે એવા બહાના ઉભા કરી રહ્યુ છે કે, અઢી મહીનાની આઇપીએલની વિંડોથી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ પર અસર પહોંચશે. આવી સ્થિતીતમાં અન્ય સિરીઝને અવરોધ ઉભો ના થાય એ માટે તેની પર વિચાર કરવો જરુરી હોવાનુ કહી રહ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ભારતીય મીડિયા સાથે એક વાતચિતમાં પીસીબીના એક અધિકારીએ પાકિસ્તાન આ મુદ્દાને લઈ જુલાઈમાં થનારી આઇસીસીની બેઠકમાં તે આ વાતને ઉઠાવશે. બર્મિંઘહામમાં આગામી જૂલાઈ માસમાં આઇસીસીની બોર્ડ બેઠક મળનારી છે. જ્યાં કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન થનારુ છે. આગળ પણ વાતમાં કહ્યુ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પૈસા આવવાથી ખુશ છે, પરંતુ જે રીતે આઇપીએલની દરેક સિઝનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને બાંધવાની યોજના બીસીસીઆઇની છે, તેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અવરોધ થશે વિશેષ કંઈ નહીં.

પાકિસ્તાનની ચીડનું આ પણ મોટું કારણ છે!

તમને જણાવી દઈએ કે આઈપીએલને લઈને જય શાહના નિવેદન પર પાકિસ્તાનના હોબાળાનું એક મોટું કારણ એ છે કે તેના ખેલાડીઓ આ લીગમાં નથી રમતા. પાકિસ્તાનના ખેલાડીઓ IPLની પ્રથમ સિઝન એટલે કે વર્ષ 2008માં જ જોવા મળ્યા હતા. ત્યારપછી બંને દેશો વચ્ચે બગડતા રાજકીય સંબંધોને કારણે ક્રિકેટમાં પણ અંતર સર્જાયું છે.

શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર, સલમાન બટ્ટ, કામરાન અકમલ અને સોહેલ તનવીરે IPLની પ્રથમ સિઝનમાં ભાગ લીધો હતો. સોહેલ તનવીરે આ સીઝનની પર્પલ કેપ પણ જીતી હતી. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ, ભારત અને પાકિસ્તાન 2013 થી દ્વિપક્ષીય શ્રેણી રમી રહ્યા નથી. તેઓ માત્ર બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમે છે.

Published On - 10:12 am, Fri, 17 June 22

Next Article