થોડા મહિના પહેલા સુધી ટીમ ઈન્ડિયા પાકિસ્તાન (Pakistan) નહીં જાય તો એશિયા કપમાંથી ખસી જવાની ધમકી આપનાર રમીઝ રાજાને ટૂર્નામેન્ટની કોમેન્ટ્રી પેનલમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી, જેમાં રવિ શાસ્ત્રી, વસીમ અકરમ, ગૌતમ ગંભીર, એન્ડી ફ્લાવર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ જોવા મળશે, પરંતુ દિગ્ગજોથી ભરેલી આ યાદીમાંથી રમીઝ રાજા (Pakistan)નું નામ ગાયબ છે.
એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. મુલતાનમાં ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ક્વોલિફાયર નેપાળ વચ્ચે રમાશે. જ્યારે ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમશે. ટીમ ઈન્ડિયાની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. વાસ્તવમાં, આખી ટુર્નામેન્ટ પહેલા પાકિસ્તાનમાં રમવાની હતી, પરંતુ ભારતે સ્પષ્ટપણે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો, ત્યારબાદ શ્રીલંકાને સંયુક્ત યજમાન બનાવવામાં આવ્યું.
રમીઝ રાજાએ કોઈપણ રીતે પાકિસ્તાન સાથે હોસ્ટિંગ જાળવી રાખવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. તે ધમકી આપવા સુધી પણ ઉતરી ગયા હતા. તેણે ખુલ્લેઆમ ધમકી પણ આપી હતી. રમીઝ તે સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ હતો. PCBના અધ્યક્ષ તરીકે તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે જો તેમની પાસેથી હોસ્ટિંગ છીનવી લેવામાં આવશે તો પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી જ ખસી જશે.
આ પણ વાંચો : 12 વર્ષની ઉંમરે UAE તરફથી ડેબ્યૂ, ધ હન્ડ્રેડમાં મચાવી દહેશત, હવે ઈંગ્લેન્ડે આપી છે પોતાની ટીમમાં તક
એટલું જ નહીં, રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. જો કે આ પછી રમીઝ રાજાને તેનું પાકિસ્તાન ક્રીકટ બોર્ડનું અધ્યક્ષપદ પણ ગુમાવવું પડ્યું હતું અને તેમની જગ્યાએ નજમ સેઠીને ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ જૂનમાં તેમણે પણ પદ છોડી દીધું હતું અને તેમના પછી જકા અશરફ અધ્યક્ષ બન્યા હતા.