પાકિસ્તાની બોલર હસન અલી (Hassan Ali) નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વરસાદમાં મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. હવે તેણે ખુલાસો કર્યો છે કે 8,000 રૂપિયા માટે તેણે મેદાનમાં વરસાદના પાણીમાં આ હરકત કરી હતી. હકીકતમાં, ગયા મહિને, પાકિસ્તાનની ટીમ શ્રીલંકાના પ્રવાસ પર હતી, જ્યાં પાકિસ્તાન (Hassan Ali) અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ હતી. શ્રેણીની બીજી મેચ કોલંબોમાં રમાઈ હતી, જે વરસાદને કારણે રોકવામાં આવી હતી.
આ ટેસ્ટના બીજા દિવસે વરસાદના કારણે મેદાનને ઢાંકવું પડ્યું હતું. જ્યારે બધા જ મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હસન અલીએ તે સમય પોતાની મસ્તી માટે કાઢ્યો. હસન બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. તે વરસાદ દરમિયાન કવર પર દોડતો જોવા મળ્યો હતો અને બાદમાં તેના પર ડાઈવ લગાવી પોઝ આપ્યો હતો. તે વરસાદમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો.હવે હસન અલીએ ખુલાસો કર્યો કે આખરે તેણે આવું કેમ કર્યું હતું.
Hassan Ali ky kam check karo …🤣#hassanali pic.twitter.com/kKs13dhcL1
— Syed Ahtasham 🇵🇰 (@Ahtasham_56) August 1, 2023
પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે વરસાદના કારણે મેચ ચાલુ થઈ નહીં. અમે બધા બાલ્કનીમાં બેઠા હતા. ત્યારે મેદાનમાં લાગેલ કવર પર સ્લાઇડ કરવાની વાત થઈ અને વાત વાતમાં વરસાદના પાણીમાં કવર પર ડાઈવ કરવાની ચેલેન્જ મળી. પછી શું હતું, હું ઊભો થયો અને ત્યાં જઈ કવર પર ડાઈવ મારી દીધી.
હસને સ્લાઈડ કરીને ચેલેન્જ (શર્ત) જીત્યો અને બાબર આઝમ પાસેથી 100 ડોલર એટલે કે 8200 રૂપિયા પણ જીત્યો હતો. પાકિસ્તાને કોલંબો ટેસ્ટ 4 દિવસમાં એક ઇનિંગ અને 222 રને જીતી લીધી હતી. જ્યારે પાકિસ્તાને શ્રેણીની પ્રથમ ટેસ્ટ 4 વિકેટે જીતી લીધી હતી. જો કે બંને મેચમાં હસન અલીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી.