લાઈવ મેચમાં પાકિસ્તાની ક્રિકેટરનું મોત, ભારે ગરમીને કારણે જીવ ગુમાવ્યો

|

Mar 18, 2025 | 4:00 PM

પાકિસ્તાની મૂળના એક ક્રિકેટરનું લાઈવ મેચ દરમિયાન મોત થયું હતું. આ ઘટના અતિશય ગરમીને કારણે બની હતી. 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં રમાયેલી મેચમાં આ ખેલાડીએ 40 ઓવર ફિલ્ડિંગ કરી, ત્યારબાદ સાત ઓવર બેટિંગ કરી અને પછી તે જમીન પર પડી ગયો હતો.

લાઈવ મેચમાં પાકિસ્તાની ક્રિકેટરનું મોત, ભારે ગરમીને કારણે જીવ ગુમાવ્યો
cricketer died during live match
Image Credit source: Harry Trump/Getty Images

Follow us on

ક્રિકેટ જગતમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. પાકિસ્તાની મૂળના એક ક્રિકેટરનું લાઈવ મેચ દરમિયાન મોત થયું. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન બની હતી. વાસ્તવમાં, આ ખેલાડી ભારે ગરમીમાં રમાયેલી સ્થાનિક મેચ દરમિયાન જમીન પર પડી ગયો હતો, પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.

પાકિસ્તાની મૂળના ક્રિકેટરનું અવસાન

ઓસ્ટ્રેલિયામાં ભારે ગરમી વચ્ચે રમાયેલી સ્થાનિક મેચ દરમિયાન મેદાન પર પડી જવાથી પાકિસ્તાની મૂળના ક્લબ ક્રિકેટર જુનૈદ ઝફર ખાનનું મૃત્યુ થયું હતું. ગયા શનિવારે એડિલેડના કોનકોર્ડિયા કોલેજ ઓવલ ખાતે પ્રિન્સ આલ્ફ્રેડ ઓલ્ડ કોલેજિયન્સ અને ઓલ્ડ કોનકોર્ડિયન્સ ક્રિકેટ ક્લબની ટીમો વચ્ચે આ મેચ રમાઈ હતી. જુનૈદ ઝફર ઓલ કોનકોર્ડિયન્સ ક્રિકેટ ક્લબ તરફથી રમી રહ્યો હતો.

ગરમીમાં પણ છતની ટાંકીનું પાણી નહીં થાય ગરમ ! અજમાવો આ 3 ટ્રિક
Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?
IPL 2025ની એન્કર નશપ્રીત કૌરની આ 8 ગ્લેમરસ તસવીરોએ મચાવી ધૂમ ! જુઓ અહીં
ભગવાનની મૂર્તિ કે તસવીર પરથી ફૂલનું પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Vastu Tips : ઘરે ખરેખર કાળા રંગનું માટલું રાખવું જોઈએ ? જાણો
આજનું રાશિફળ તારીખ : 22-03-2025

 

દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર

40 વર્ષથી વધુ ઉંમરના જુનૈદ ઝફરે આ મેચમાં 40 ઓવર ફિલ્ડિંગ કરી અને સાત ઓવર બેટિંગ કરી અને પછી તે જમીન પર પડી ગયો. તમને જણાવી દઈએ કે, દક્ષિણ ઓસ્ટ્રેલિયા હાલમાં તીવ્ર ગરમીની ઝપેટમાં છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે સમયે તાપમાન 40 ડિગ્રીથી ઉપર હતું. એડિલેડ ટર્ફ ક્રિકેટ એસોસિએશનના નિયમો અનુસાર, જો તાપમાન 42 ડિગ્રીથી વધુ હોય તો મેચ રદ્દ કરવી જોઈએ. પરંતુ આ મેચ દરમિયાન આવું કરવામાં આવ્યું ન હતું.

ઓલ કોનકોર્ડિયન્સ ક્રિકેટ ક્લબે નિવેદન બહાર પાડ્યું

જુનૈદ ઝફરના ક્લબ ઓલ કોનકોર્ડિયન્સ ક્રિકેટ ક્લબે કહ્યું, ‘અમારા ક્લબના એક મૂલ્યવાન સભ્યના નિધનથી અમને દુઃખ થયું છે. કોનકોર્ડિયા કોલેજ ઓવલમાં રમતી વખતે તેની તબિયત લથડી ગઈ અને શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેને બચાવી શકાયા નહીં. તેના પરિવાર, મિત્રો અને ટીમ પ્રત્યે અમારી સંવેદના.’ તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની મૂળનો જુનૈદ ઝફર 2013થી એડિલેડમાં રહેતો હતો. તે ત્યાં આઈટી ઉદ્યોગમાં કામ કરતો હતો.

આ પણ વાંચો: IPL 2025 : IPLની એક મેચમાં અમ્પાયરિંગ કરવાનો અમ્પાયરને કેટલો પગાર મળે છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો