આ વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા સામે અને તે પહેલા ઓસ્ટ્રેલિયા સામે લાંબી સિક્સર ફટકારનારી પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમે (Ayesha Naseem) 18 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે પણ આયેશાની પ્રતિભાના વખાણ કર્યા હતા. તેણીને પાકિસ્તાન (Pakistan) મહિલા ક્રિકેટની આગામી સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવી રહી હતી, પરંતુ આયશા નસીમે કારકિર્દીની ટોચ પર નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા.
આયશા નસીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે. તે પાકિસ્તાન તરફથી T20 વર્લ્ડ કપ પણ રમી ચુકી છે. આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ રમાયો હતો. આ વર્લ્ડ કપમાં આયશા નસીમે ભારત સામે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ 20 બોલમાં 24 રન બનાવ્યા હતા, જેમાં આયશાએ 4 સિક્સ અને 1 ફોર પણ ફટકારી હતી.
Ayesha made her international debut for Pakistan in March 2020, representing the country in four women’s ODIs and four women’s T20Is
Read more: https://t.co/mulsrxDWYP#AyeshaNaseem pic.twitter.com/iKeRQKsNfB
— Cricket Pakistan (@cricketpakcompk) July 20, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની આ વિસ્ફોટક બેટ્સમેને નિવૃત્તિ લીધી કારણ કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કહ્યું કે તે ક્રિકેટ છોડી રહી છે અને ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. આયેશા નસીમે લગભગ 3 વર્ષ પહેલા વર્ષ 2020માં થાઈલેન્ડ સામેની ODI મેચમાં રમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
Now that’s some serious talent . https://t.co/P5HS9XkkTS
— Wasim Akram (@wasimakramlive) January 25, 2023
પાકિસ્તાન માટે તેણે 30 T20 મેચમાં 369 રન અને 4 ODI મેચમાં 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે રમાયેલી નોટઆઉટ 45 રનની ઇનિંગ આયેશાની ક્રિકેટ કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ રહી છે. જ્યારે વર્લ્ડકપમાં ભારત સામે રમાયેલી અણનમ 43 રનની ઇનિંગ તેની કારકિર્દીની બીજી સૌથી મોટી ઇનિંગ સબીટ થઈ છે.