T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup) માં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર હરિસ રઉફ (Haris Rauf) ને પાકિસ્તાની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશ (Pakistan vs Bangladesh) સામેની ટેસ્ટ શ્રેણી માટે હરિસ રઉફને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમના સિવાય પાકિસ્તાનના અનુભવી લેગ સ્પિનર યાસિર શાહ અને શાહનવાઝ દહાની (Shahnawaz Dahani) ને પણ ટીમની બહાર રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાનના પસંદગીકારોએ સોમવારે ઓપનર ઇમામ-ઉલ-હક અને ઑફ-સ્પિનર બિલાલ આસિફની વાપસી સાથે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. કામરાન ગુલામને પણ ટીમમાં તક મળી છે.
મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે કહ્યું કે, યાસિરની જગ્યાએ બિલાલની પસંદગી કરવામાં આવી છે. યાસિર હાલમાં અંગૂઠાની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. આ ઈજાને કારણે તે ઘરેલું ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ કાયદ-એ-આઝમ ટ્રોફીમાં પણ રમી શકશે નહીં. પસંદગીકારોએ ઑફ-સ્પિનર સાજિદ ખાન અને લેગ-સ્પિનર ઝાહિદ મહમૂદનો પણ સમાવેશ કર્યો છે. જ્યારે યુવા ઝડપી બોલર શાહનવાઝ દહાનીને ડેબ્યૂ કરવાની તક આપ્યા વિના બહાર કરવામાં આવ્યો છે. તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમનો ભાગ હતો.
બાંગ્લાદેશ પ્રવાસ પર પાકિસ્તાને પહેલી ટેસ્ટ 26 થી 30 નવેમ્બર (ચિટાગોંગ) અને બીજી ટેસ્ટ 4 થી 8 ડિસેમ્બર (ઢાકા) રમવાની છે. મોહમ્મદ વસીમે કહ્યું, ‘અમે ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ બાંગ્લાદેશની સ્થિતિ અને તેના સંભવિત ખેલાડીઓને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે.
બાંગ્લાદેશ તેની ધરતી પર એક મજબૂત ટીમ છે, પરંતુ અમારી પાસે સારું પ્રદર્શન કરવા માટે સંસાધનો, પ્રતિભા અને અનુભવ છે. અમે અહીં ગતિ મેળવવા અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી સુધી તેને ચાલુ રાખવા માંગીએ છીએ. જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. તેઓ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા.
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, આબિદ અલી, અઝહર અલી, બિલાલ આસિફ, ફહીમ અશરફ, ફવાદ આલમ, હસન અલી, ઈમામ-ઉલ હક, કામરાન ગુલામ , મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, નૌમાન અલી, સાજિદ ખાન, સરફરાઝ અહેમદ, સઈદ શકીલ, શાહીન શાહ આફ્રિદી, અને ઝાહિદ મહમૂદ.