પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તે ન તો મોટી ઈનિંગ્સ રમી શક્યો છે અને ન તો મેદાન પર વધુ સમય વિતાવી શક્યો છે. તાજેતરમાં, તે બાંગ્લાદેશ સામે રમાયેલી 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો.બાબરે આ શ્રેણીમાં એક અડધી સદી પણ ફટકારી નથી. એક ઈનિંગમાં તે ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આવા ખરાબ પ્રદર્શન બાદ તેને મોટો ઝટકો લાગ્યો છે.
ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગમાં બાબરને મોટું નુકસાન થયું છે. તે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર છે. બાબર આઝમ હવે 712 રેટિંગ સાથે 12મા સ્થાને આવી ગયો છે. તેને એક સાથે ત્રણ જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા અઠવાડિયા સુધી બાબર આઝમ ટેસ્ટ રેન્કિંગમાં નવમાં નંબર પર હતો. બાબર લાંબા સમયથી ટોપ-10 બેટ્સમેનોની રેન્કિંગમાં સામેલ હતો. 5 વર્ષ પછી એવો પ્રસંગ આવ્યો છે જ્યારે બાબર ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઈ ગયો છે.
બાબર આઝમ માટે આ વર્ષ અત્યાર સુધી ઘણું ખરાબ રહ્યું છે. આ વર્ષે તેણે અત્યાર સુધીમાં 3 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તે 6 ઈનિંગ્સમાં 18.83ની નબળી સરેરાશથી માત્ર 113 રન જ બનાવી શક્યો છે. જેમાં તેનો સૌથી મોટો સ્કોર માત્ર 31 રન છે. તેની હાલત માત્ર ટેસ્ટમાં જ નહીં પરંતુ T20માં પણ આવી જ છે. તેણે આ વર્ષે 19 T20 મેચ રમી છે. જેમાં તેણે માત્ર 660 રન બનાવ્યા છે. જેમાં 6 અડધી સદી સામેલ છે. પરંતુ આ ઈનિંગ્સ કોઈ મોટી મેચમાં આવી નથી. ખરાબ શોટ રમીને તે સતત આઉટ થઈ રહ્યો છે, જેના કારણે તેની ટીકા પણ થઈ રહી છે.
Babar Azam slips out of the top 10 in ICC Test batting rankings in just 11 days! pic.twitter.com/TQWBpzGzjQ
— CricTracker (@Cricketracker) September 4, 2024
બાબર આઝમની સાથે પાકિસ્તાનની ટીમને પણ તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે. પાકિસ્તાનની ટીમને 2 સ્થાનનું નુકસાન થયું છે, જેના કારણે તે હવે આઠમાં સ્થાને પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનને તાજેતરમાં બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આ શરમજનક હારને કારણે ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાનની હાલત આવી થઈ ગઈ છે.
આ પણ વાંચો: ઈશાન કિશન દુલીપ ટ્રોફીમાંથી બહાર, ટીમ ઈન્ડિયામાં વાપસી બની મુશ્કેલ, જાણો શું છે કારણ?
Published On - 4:59 pm, Wed, 4 September 24