PAK vs AUS: ઓસ્ટ્રેલિયાની ટીમ 24 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે પહોંચી છે (Australia tour of Pakistan, 2022). રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો ગઈ હતી અને હવે કરાચીમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે કરાચીમાં પગ મૂક્યો છે અને તે ગુરુવારે જ ત્યાં પહોંચી હતી. જો કે કરાચી પહોંચતા જ ઓસ્ટ્રેલિયાના ખેલાડી એલેક્સ કેરી (Alex Carey) સાથે અકસ્માત થયો હતો. એલેક્સ કેરી વાત કરતી વખતે અચાનક સ્વિમિંગ પુલમાં પડી ગયો હતો અને રસપ્રદ વાત એ છે કે તેનો વીડિયો પેટ કમિન્સના કેમેરામાં રેકોર્ડ થયો હતો.
પેટ કમિન્સે એલેક્સ કેરી (Alex Carey)નો એક વીડિયો શેયર કર્યો છે. વીડિયોમાં એલેક્સ કેરી પાછળની તરફ ચાલી રહ્યો હતો અને તે તેના સાથી ખેલાડીઓને કંઈક કહી રહ્યો હતો. પરંતુ અચાનક તેનો પગ સ્વિમિંગ પૂલની કિનારે લપસી ગયો અને તે તેમાં પડી ગયો. કેરીને સ્વિમિંગ પુલમાં પડતા જોઈને તમામ ખેલાડીઓ હસવા લાગ્યા. એલેક્સ કેરી પોતે હસ્યો અને વિશ્વાસ ન કરી શક્યો કે તે પૂલમાં કેવી રીતે પડ્યો.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 12 માર્ચથી બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ કરાચી પહોંચી ગઈ છે અને તેના બેટ્સમેનોએ પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના 476 રનના જવાબમાં 459 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં બેટિંગ કરવાની તક મળી ન હતી કારણ કે પાકિસ્તાની ઓપનરોએ 252 રન ઉમેર્યા હતા અને પાંચમાં દિવસે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
આ મેચ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ભારે ટીકા થઈ હતી. રાવલપિંડીમાં જે પ્રકારની પીચ બનાવવામાં આવી હતી, તેનાથી બોલરોને કોઈ ફાયદો થયો નહોતો. ઓસ્ટ્રેલિયાએ સમગ્ર ટેસ્ટમાં 700થી વધુ રન આપીને માત્ર 4 વિકેટ લીધી હતી, જ્યારે તેમની પ્લેઈંગ ઈલેવનમાં મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ જેવા બોલરો હતા. પાકિસ્તાની ક્રિકેટરોએ પણ રાવલપિંડીની પીચની ટીકા કરી હતી. જો કે PCB ચીફ રમીઝ રાજાએ કહ્યું કે ટેસ્ટ શ્રેણીમાં હજુ બે મેચ બાકી છે અને ઓસ્ટ્રેલિયાને પહેલી જ મેચમાં ઝડપી અને ઉછાળવાળી પીચ આપવાનો બિલકુલ અર્થ નથી. હવે જોવાનું એ રહે છે કે કરાચીમાં કેવા પ્રકારની પીચ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો : Rajkot: સૌરાષ્ટ્રમાં સર્જાઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત, પેટ્રોલ-ડીઝલના પંપધારકોને સપ્લાય બંધ કરાતા મુશ્કેલી