Pakistan : આ દિગ્ગજ ક્રિકેટરને પાકિસ્તાની ટીમના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા, જાણો શું છે મામલો?

|

Oct 10, 2023 | 9:12 AM

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ હૈદરાબાદમાં છે અને મંગળવારે શ્રીલંકા સામે તેની બીજી વર્લ્ડ કપ મેચ રમવા જઈ રહી છે. હૈદરાબાદમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સુરક્ષા ખૂબ જ ચુસ્ત રાખવામાં આવી છે. જેના કારણે કોઈનું પણ ડ્રેસિંગ રૂમમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવું પ્રવેશવું આસાન નથી.

Pakistan : આ દિગ્ગજ ક્રિકેટરને પાકિસ્તાની ટીમના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા, જાણો શું છે મામલો?
Hayden & Babar

Follow us on

ICC વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં રમવા માટે ભારત આવેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમની સુરક્ષા ખૂબ જ ચુસ્ત રાખવામાં આવી છે. તેથી જ અનુભવી ક્રિકેટરો માટે તેના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવું કે પાકિસ્તાની (Pakistan) ખેલાડીઓને મળવું પણ આસાન નથી. કડક સુરક્ષાના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડન (Matthew Hayden) ને પાકિસ્તાની ટીમને મળવા દેવામાં આવ્યો ન હતો.

ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોકવામાં આવ્યો

વાસ્તવમાં, તે તેને મળવા તેના ડ્રેસિંગ રૂમમાં જવા માંગતો હતો, પરંતુ સુરક્ષા ગાર્ડે તેને બહાર રોકી દીધો. આ ઘટના હૈદરાબાદની છે. જ્યારથી પાકિસ્તાનની ટીમ ભારત આવી છે, તે હૈદરાબાદમાં જ છે. તેણે પોતાની બંને પ્રેક્ટિસ મેચ હૈદરાબાદમાં જ રમી હતી. વર્લ્ડ કપની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે પણ રમી હતી અને હવે તેની બીજી મેચમાં તે હૈદરાબાદમાં જ શ્રીલંકાના પડકારનો સામનો કરશે. પાકિસ્તાનનું આ પ્રકારનું શેડ્યૂલ પણ પોતાના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છે.

સુરક્ષાકર્મીઓએ હેડનને પાકિસ્તાન ડ્રેસિંગ રૂમમાં પ્રવેશતા અટકાવ્યો

જ્યારે મેથ્યુ હેડન પાકિસ્તાની ટીમના ડ્રેસિંગ રૂમ તરફ જવા લાગ્યા તો સુરક્ષાકર્મીઓએ તેને બહાર રોકી દીધો. હેડન પાકિસ્તાની ટીમનો બેટિંગ કન્સલ્ટન્ટ પણ રહી ચૂક્યો હતો. મતલબ કે તેની પાકિસ્તાની ખેલાડીઓ સાથે પણ સારી ઓળખાણ છે છતાં સૂયારક્ષ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેણે તેને પાકિસ્તાન ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

હેડનને સીડી પર બેસી રાહ જોવી પડી

સુરક્ષાકર્મીઓ દ્વારા રોકવામાં આવ્યા બાદ હેડન સીડી પર બેસી ગયો અને ખેલાડીઓના બહાર આવવાની રાહ જોવા લાગ્યો. ત્યારબાદ જ્યારે ખેલાડીઓ બહાર આવ્યા તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર તેમને મળ્યો. તે હરિસ રઉફ, શાદાબ ખાન અને કેપ્ટન બાબર આઝમ સહિત પાકિસ્તાન ટીમના ખેલાડીઓને મળ્યો હતો અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. બાબર આઝમે હેડનને તેના આગળના શેડ્યૂલ વિશે પૂછ્યું. તેના પર હેડને કહ્યું કે તે મુંબઈથી હૈદરાબાદ પહોંચ્યો છે અને અહીંથી અમદાવાદ જશે.

હેડને શાદાબના સવાલનો જવાબ આપ્યો

હેડનને મળ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ પણ અમદાવાદમાં ભારત સાથેની હાઈવોલ્ટેજ મેચને લઈને ઉત્સુક બન્યા હતા. શાદાબ ખાને હેડનને પૂછ્યું કે અમદાવાદમાં શું થઈ રહ્યું છે? તેના પર હેડને કહ્યું કે 14 ઓક્ટોબરે આખી દુનિયા ત્યાં હશે. મેચ હાઉસફુલ રહેશે.

આ પણ વાંચો : World Cup Breaking News : પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થતાં શુભમન ગિલ ચેન્નાઈમાં હોસ્પિટલમાં દાખલ, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાંથી થશે બહાર !

સોમવારે શ્રીલંકા સામે પાકિસ્તાનનો મુકાબલો

હૈદરાબાદમાં શ્રીલંકા સામેની મેચ માટે પાકિસ્તાની ખેલાડીઓએ પણ ઘણી પ્રેક્ટિસ કરી હતી. બાબર આઝમે લગભગ 45 મિનિટ સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે આ પ્રેક્ટિસની અસર મેદાન પર કેટલી જોવા મળે છે? કારણ કે શ્રીલંકા સામે સવાલ માત્ર જીતનો જ નહીં પરંતુ પાકિસ્તાનના ODI રેન્કિંગમાં ફરીથી નંબર વન બનવાનો પણ હશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:12 am, Tue, 10 October 23

Next Article