વર્લ્ડ કપ 2023માં ગોલ્ડન બેટ અને ગોલ્ડન બોલ એવોર્ડ કોણ જીતશે ? જાણો ટુર્નામેન્ટના પ્રતિષ્ઠિત એવોર્ડનો ઈતિહાસ

|

Nov 18, 2023 | 5:42 PM

5 વાર વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમ અને 2 વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ 2023માં ટક્કર થશે. વર્લ્ડ કપ ટ્રોફીની સાથે આ ટુર્નામેન્ટમાં અન્ય 4 એવોર્ડ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. ચાલો જાણીએ 4 મહત્વના એવોર્ડનો ઈતિહાસ.

વર્લ્ડ કપ 2023માં ગોલ્ડન બેટ અને ગોલ્ડન બોલ એવોર્ડ કોણ જીતશે ? જાણો ટુર્નામેન્ટના પ્રતિષ્ઠિત એવોર્ડનો ઈતિહાસ
World Cup 2023

Follow us on

19 નવેમ્બર, 2023ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ વાર વર્લ્ડકપ ટ્રોફી ઉપાડી ચૂકી છે. જ્યારે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2-2 વાર વર્લ્ડ કપ જીતી ચૂકી છે. પાકિસ્તાન, શ્રીલંકા અને ઈંગ્લેન્ડની ટીમ એક-એક વાર વર્લ્ડ કપ જીતી ચૂકી છે. વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આઈસીસી દ્વારા મહત્વના એવોર્ડ પણ આપવામાં આવે છે. ચાલો જાણીએ આ તમામ એવોર્ડ વિશે.

આ વખતે ગોલ્ડન બેટ જીતવાની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. જ્યારે ગોલ્ડન બોલ જીતવાની રેસમાં મોહમ્મદ શામી આગળ છે. ભારતીય ફેન્સ આષા રાખી રહ્યા છે કે વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ગોલ્ડન બેટ અને ગોલ્ડન બોલ એવોર્ડ પણ ભારતીય ખેલાડીઓના નામે થાય.

ગોલ્ડન બેટ એવોર્ડ

વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધારે રન બનાવનાર બેટરને ગોલ્ડન બેટ એવોર્ડ આપવામાં આવે છે. આઈસીસી ગોલ્ડન બેટ એવોર્ડ વર્ષ 1975થી શરુ થયા હતા.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
વર્લ્ડ કપ બેટ્સમેન દેશ રન
1975 ગ્લેન ટર્નર ન્યૂઝીલેન્ડ 333
1979 ગોર્ડન ગ્રીનીઝ વેસ્ટ ઈન્ડિઝ 253
1983 ડેવિડ ગાવર ઈંગ્લેન્ડ 384
1987 ગ્રાહમ ગૂચ ઈંગ્લેન્ડ 471
1992 માર્ટિન ક્રો ન્યૂઝીલેન્ડ 456
1996 સચિન તેંડુલકર    ભારત 523
1999 રાહુલ દ્રવિડ    ભારત 461
2003 સચિન તેંડુલકર    ભારત 673
2007   મેથ્યૂ હેડન ઓસ્ટ્રેલિયા 659
2011  દિલશાન શ્રીલંકા 500
2015 માર્ટિન ગુપ્ટિલ ન્યૂઝીલેન્ડ 547
2019  રોહિત શર્મા    ભારત 648

ગોલ્ડન બોલ એવોર્ડ

સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ 1975માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. હાલમાં તેને “ICC ગોલ્ડન બોલ” કહેવામાં આવે છે.

વર્લ્ડ કપ બોલર દેશ વિકેટ
1975 ગૈરી ગિલમોર
બર્નાર્ડ જૂલિયન
ઓસ્ટ્રેલિયા
વેસ્ટ ઈન્ડિઝ
11
11
1979 માઈક હેડ્રિક ઈંગ્લેન્ડ 10
1983 રોઝર બિન્ની    ભારત 18
1987 ક્રેગ મેક્ડરમોટ ઓસ્ટ્રેલિયા 18
1992  વસીમ અકરમ પાકિસ્તાન 18
1996 અનિલ કુંબલે    ભારત 15
1999 જયોફ એલોટ
શેન વોર્ન
ન્યૂઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા
20
20
2003 ચમિંડા વાસ શ્રીલંકા 23
2007 ગ્લેન મેક્ગ્રા ઓસ્ટ્રેલિયા 26
2011 ઝહીર ખાન
શાહિદ અફરીદી
   ભારત

પાકિસ્તાન

21
21
2015 મિચેલ સ્ટાર્ક
ટ્રેન્ટ બોલ્ટ
ઓસ્ટ્રેલિયા

ન્યૂઝીલેન્ડ

22
22
2019 મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 27

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે જેણે સમગ્ર વિશ્વ કપ ટુર્નામેન્ટ દરમિયાન દરેક વિભાગમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય. આ એવોર્ડ 1992માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. હાલમાં “આઈસીસી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ” કહેવાય છે.

વર્ષ ખેલાડી દેશ પ્રદર્શન
1992 માર્ટિન ક્રો ન્યૂઝીલેન્ડ 456  રન
1996 સનથ જયસૂર્યા શ્રીલંકા 221 રન અને 6 વિકેટ
1999  લાંસ ક્લૂજનર દક્ષિણ આફ્રીકા 281 રન અને 17 વિકેટ
2003 સચિન તેંડુલકર ભારત 673 રન અને 2 વિકેટ
2007 ગ્લેન મેક્ગ્રા ઓસ્ટ્રેલિયા 26 વિકેટ
2011 યુવરાજ સિંહ ભારત 362 રન અને 15 વિકેટ
2015 મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 22 વિકેટ
2019  કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ 578 રન અને 2 વિકેટ

 

ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર

વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રેષ્ઠ ખેલાડીને ખાસ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ 1975માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો.

વર્ષ ખેલાડી દેશ પ્રદર્શન
1975 ક્લાઈવ લોયડ વેસ્ટ ઈન્ડિઝ 102 રનની ઈનિંગ
1979 વિવિયન રિટર્ડસ વેસ્ટ ઈન્ડિઝ 138* રનની ઈનિંગ
1983  મોહિંદર અમરનાથ ભારત 12/3 અને 26 રન
1987 ડેવિડ બૂન ઓસ્ટ્રેલિયા 75 રનની ઈનિંગ
1992 વસીમ અકરમ પાકિસ્તાન 33*(18) અને 49/3
1996 અરવિંદ ડિસિલ્વા શ્રીલંકા 107*રન અને 42/3
1999  શેન વોર્ન ઓસ્ટ્રેલિયા 33/4
2003 રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયા 140* રનની ઈનિંગ
2007 એડમ ગિલક્રિસ્ટ ઓસ્ટ્રેલિયા 149 રનની ઈનિંગ
2011 મહેન્દ્ર સિંહ ધોની ભારત 91* રનની ઈનિંગ
2015 જેમ્સ ફોલ્કનર ઓસ્ટ્રેલિયા 36/3
2019 બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ 84* રનની ઈનિંગ

 

આ પણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યુલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:37 pm, Sat, 18 November 23

Next Article