
ભારતીય મહિલા ટીમ ‘ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ’ના છઠ્ઠા મેચમાં પાકિસ્તાન મહિલા ટીમનો સામનો કરી રહી છે. આ મેચ અંગે, ભારતના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક એવું નિવેદન આપ્યું કે, જેનાથી પાકિસ્તાન શરમમાં મુકાઇ ગયું. જણાવી દઈએ કે, યાદવે એશિયા કપ દરમિયાન પણ આ વાત કરી હતી. જો કે, હવે સૂર્યકુમારે મહિલા વર્લ્ડ કપ દરમિયાન આ ટિપ્પણી કરીને પાકિસ્તાનને ફરીથી ઉશ્કેર્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ પહેલા, અનુભવી ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે એક વીડિયો શેર કર્યો. તેમાં તેણે કહ્યું, “હું ફરીથી કહીશ કે રાઇવલરી ત્યારે જ જ્યારે મુકાબલો ટક્કરનો હોય. 11-0 એ કોઈ જ રાઇવલરી નથી. જો આપણી મહિલા ટીમ સારું ક્રિકેટ રમશે, તો તે 12-0 થઈ જશે.”
.@surya_14kumar gives his verdict on the , yet again!
Catch the LIVE action ➡ https://t.co/CdmEhf3RaM#CWC25 #INDvPAK | LIVE NOW on Star Sports Network & JioHotstar pic.twitter.com/cDBkOjJQKx
— Star Sports (@StarSportsIndia) October 5, 2025
સૂર્યકુમાર યાદવે અગાઉ એશિયા કપ દરમિયાન પણ આવી જ ટિપ્પણી કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, “તમને શું લાગે છે કે આ રાઇવલરી છે? તમારે ભારત-પાકિસ્તાન રાઇવલરી વિશે પ્રશ્નો પૂછવાનું બંધ કરવું જોઈએ. મારા મતે જો બે ટીમો 15-20 મેચ રમે અને સ્કોર બરાબર રહે, તો તે રાઇવલરી કહેવાય.”
ભારતીય મહિલા ટીમ ‘મહિલા વનડે’માં ક્યારેય પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી. બંને વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે બધી જીતી છે. મહિલા વનડે વર્લ્ડ કપમાં બંને ટીમો ચાર વખત એકબીજા સામે આવી છે. ટીમ ઈન્ડિયાએ આ બધી મેચ જીતી છે. ભારતીય મહિલા ટીમ આ રેકોર્ડને આગળ વધારવા માંગે છે.
Published On - 8:12 pm, Sun, 5 October 25