ના હોય! શું ખરેખરમાં બોલિવૂડની ‘ડિમ્પલ ગર્લ’ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન સાથે ફિલ્મમાં કામ કરશે?

પંજાબ કિંગ્સની ઓનર અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટનનો એક ફોટો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ વાત તો એ કે, આ ફોટાને જોઈને ચાહકોએ બંનેને એક ફિલ્મમાં સાથે કામ કરતા જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

ના હોય! શું ખરેખરમાં બોલિવૂડની ડિમ્પલ ગર્લ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન સાથે ફિલ્મમાં કામ કરશે?
| Updated on: May 25, 2025 | 7:19 PM

પંજાબ કિંગ્સની ઓનર અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટનનો એક ફોટો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ વાત તો એ કે, આ ફોટાને જોઈને ચાહકોએ બંનેને એક ફિલ્મમાં સાથે કામ કરતા જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

IPL-2025 દરમિયાન ફેમસ બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને તે ફોટો જોઈને ચાહકો ઈચ્છે છે કે તે બંને સાથે એક ફિલ્મમાં કરે.

વાત એમ છે કે, વાયરલ થઈ રહેલા ફોટામાં આ જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટા પર ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. શનિવારે રાત્રે જયપુરમાં રમાયેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પછી આ ઘટના બની હતી.


આ તસવીરમાં પ્રીતિ ઝિન્ટા કાળા ટોપમાં જોવા મળી રહી છે અને ફાફ ડુ પ્લેસિસ દિલ્હી ટીમની જર્સી પહેરીને ઊભો રહ્યો છે. કાળા ટોપમાં પ્રીતિ ખૂબ જ સુંદર લાગી રહી છે. જોર પવનના લીધે પ્રીતિના વાળ તેના ચહેરા પર ઉડી રહ્યા છે, જેને જોઈને ચાહકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

ફાફની લીલીઝંડી

આ તસવીર પર એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું, “પ્લીઝ કોઈ ફાફ અને પ્રીતિ ઝિન્ટાને ફિલ્મ માટે કાસ્ટ કરો. ફાફમાં હીરોની વાઈબ છે અને પ્રીતિ જૂની વાઇનની જેમ વધુ સુંદર લાગી રહી છે. બંનેની જોડી એક સ્પોર્ટ્સ ડ્રામા અથવા રોમાન્સ જેવી ફિલ્મમાં જામશે.”

 

આ પોસ્ટ ફાફ ડુ પ્લેસિસ સુધી પહોંચી અને ફાફે તેના પર પ્રતિક્રિયા આપી અને પોતાની ઇચ્છા જણાવી હતી. ફાફે લખ્યું કે, “મેક ઈટ હેપન.” ટૂંકમાં જોઈએ તો, ફાફે પ્રીતિ ઝિન્ટા સાથે ફિલ્મ કરવાની ઈચ્છા પર લીલીઝંડી આપી છે.

હવે જોવાનું એ રહેશે કે, શું આ જોડીને ચાહકો ઓન-સ્ક્રીન પર જોઈ શકશે કે પછી આ બધું માત્ર મસ્તી અને મનોરંજન પૂરતું જ રહેશે. જો ફાફને તક મળશે તો તે આ સુંદર અભિનેત્રી સાથે ફિલ્મ કરવાની તક ગુમાવવા માંગશે નહીં.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Published On - 7:17 pm, Sun, 25 May 25