ચેમ્પિયન ટ્રોફી પહેલા ખેલાડીને આંખમાં બોલ વાગ્યો, સ્ટાર ખેલાડી લોહીથી લથપથ થયો જુઓ વીડિયો

લાહોરના પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન રચિન રવીન્દ્રને ગંભીર ઈજા થઈ છે. જેના કારણે તેને મેદાનમાંથી બહાર થવું પડ્યું છે અને તે ફરી મેદાનમાં પરત ફરી શક્યો ન હતો. ચેમ્પિયન ટ્રોફી નજીક રચિન રવિન્દ્રને ઈજા થતા ન્યુઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં મુકાય છે.

ચેમ્પિયન ટ્રોફી પહેલા ખેલાડીને આંખમાં બોલ વાગ્યો, સ્ટાર ખેલાડી લોહીથી લથપથ થયો જુઓ વીડિયો
| Updated on: Feb 09, 2025 | 10:02 AM

ચેમ્પિયન ટ્રોફી 2025 શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ કેટલીક ટીમનું ટેન્શન પૂર્ણ થવાનું નામ લઈ રહી નથી. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના કેટલાક ખેલાડીઓ પહેલાથી જ ઈજાથી ઝઝુમી રહ્યા છે. હવે ન્યુઝીલેન્ડ પર મુસીબત આવી છે. પહેલા સ્ટાર ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને ઈજા થઈ હતી. હવે યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રની સાથે મેદાન પર એક ગંભીર ઘટના બની છે. જેમણે ટીમનું ટેન્શન વધારી દીધું છે. રવીન્દ્રની સાથે આ ઘટના પાકિસ્તાન-ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન થઈ છે. જેમાં તેની આંખ પાસે બોલ વાગ્યો અને લોહી નીકળ્યા હતા.

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 3 દેશ વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ દરમિયાન આ ઘટના બની છે. શનિવાર 8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ મેચમાં રચિન રવિન્દ્ર ફીલ્ડિંગ દરમિયાન એક કેચ પકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જે તેને ભારે પડ્યો હતો અને આ ઘટના બની હતી. પાકિસ્તાનની બેટિંગ દરમિયાન 38મી ઓવરમાં જ્યારે સ્પિનર માઈકલ બ્રેસબેલ બોલિંગ કરી રહ્યો હતો અને પાકિસ્તાન માટે ખુશદિલ શાહ બેટિંગ કરી રહ્યો હતો.

 

 

બોલ આંખ પર વાગ્યો

પાકિસ્તાનની ટીમ 331 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. ત્યારે મોટા શોર્ટની જરુર હતી, બ્રેસવેલ આ ઓવરના ત્રીજા બોલ પર બેટસમેન ખુશદિલે સ્લોગ સ્વીપ રમ્યો પરંતુ ડીપ સ્કવાયર લેગ પર હાજર રચિનની પાસે આ સીધો કેચ ગયો. દરેક લોકોને લાગતું હતુ કે, આ કેચ સરળ છે અને પકડી લેશે. પરંતુ સ્ટેડિયમમાં ફ્લ્ડ લાઈટ્સના કારણે તેને બોલ દેખાયો નહિ. અને કેચ પકડી શક્યો નહિ. બોલ સીધો તેની આંખમાં વાગ્યો હતો. તેની આંખમાંથી લોહીની ધાર થઈ હતી.

  ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફિટ થશે કે નહીં

આ ભયાનક દૃશ્ય જોઈને સ્ટેડિયમમાં હાજર બધાના શ્વાસ અટકી ગયા અને તેઓ ડરી ગયા. મેડિકલ ટીમ તાત્કાલિક મેદાનમાં પહોંચી ગઈ અને થોડા સમય માટે રચિનનું નિરીક્ષણ કર્યા પછી, તેને મેદાનની બહાર લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ દરમિયાન લોહી બંધ કરવા માટે તેનો ચહેરો મોટા ટુવાલથી ઢાંકવામાં આવ્યો હતો. આ પછી, રચિન મેદાનમાં પાછો ફર્યો નહીં. હાલમાં, ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા તેમની સ્થિતિ અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી, પરંતુ કિવી ટીમ ચોક્કસપણે ચિંતિત હશે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફિટ થશે કે નહીં.

Published On - 9:43 am, Sun, 9 February 25