ભારત વિરુદ્ધ 3 ટેસ્ટ મેચ સીરિઝની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડે ટૉસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરી પરંતુ વોશિંગ્ટન સુંદરે કીવી ટીમને શરુઆતમાં જ ઝટકો આપી દીધો હતો. ડેરિલ મિચેલ રચિન રવિન્દ્રના આઉટ થયા બાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. આ દરમિયાન ભારતીય ખેલાડી સરફરાઝ ખાનની મિચેલે ફરિયાદ કરી હતી.
મિચેલે ફરિયાદ કર્યા બાદ અમ્પાયરે સરફરાઝ ખાન સાથે વાત કરવા ગયા હતા, તે દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા વચ્ચે આવ્યો અને અમ્પાયર સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.સમગ્ર વાત એવી હતી કે, જ્યારે ડેરિલ મિચેલ બેટિંગ કરવા આવ્યો તો સરફરાઝ ખાન ફીલ્ડિંગ માટે ઉભો હતો. આ દરમિયાન સરફરાઝ બોલરને બૂસ્ટ અપ કરવા માટે તેને વાંરવાર વાતચીત કરી રહ્યો હતો. ડેરિલ મિચેલ આ વાતથી દુખી થયો હતો અને તેમણે અમ્પાયર પાસે જઈ ફરિયાદ કરી હતી. કારણ કે, તે બેટિંગમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો. કારણ કે,સરફરાજ સતત બોલી રહ્યો હતો.
Daryl Mitchell complains about Sarfaraz Khan to the umpire.
Then captain Rohit Sharma has some chat with Mitchell. pic.twitter.com/FLIzbk3t83
— Vishal. (@SPORTYVISHAL) November 1, 2024
ત્યારબાદ અમ્પાયર વચ્ચે આવે છે પરંતુ કેપ્ટન રોહિત શર્માએ આ મામલે ડેરિલ મિચેલ સાથે વાત કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.તમને જણાવી દઈએ કે, 3 મેચની ટેસ્ટ સીરિઝમાં ન્યુઝીલેન્ડની ટીમ 2-0થી આગળ છે. ન્યુઝીલેન્ડની ટીમ પહેલા જ જીત મેળવી સીરિઝમાં લીડ મેળવી લીધી છે. ત્યારે ટીમ ઈન્ડિયાનો પ્રયત્ન હશે કે, તે મુંબઈ ટેસ્ટમાં જીત સાથે સીરિઝ પૂર્ણ કરે.
મુંબઈ ટેસ્ટમાં માત્ર સરફરાઝ ખાને જ નહિ ન્યુઝીલેન્ડના બેટ્સમેનને પરેશાન કર્યા નથી , વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાએ પણ કીવી ખેલાડીઓને હંફાવી દીધા હતા. સુંદરે ટોમ લૈથમ અને રચિન રવિન્દ્રને બોલ્ડ કર્યો હતો. જાડેજાએ એક જ ઓવરમાં વિલ યંગને કેચ આઉટ કરાવ્યો હતો. ટોમ બ્લંડેલને પણ બોલ્ડ કર્યો હતો. ટીમ ઈન્ડિયાની પહેલી સફળતા આકાશ દીપે અપાવી હતી. તેમણે કોન્વેને પવેલિયન મોકલ્યો હતો.