Mumbai Indians 1083 દિવસ પછી વાનખેડેમાં રમવા ઉતરી, સચિન તેંડુલકરના જન્મદિવસે વિજય સાથે ઉજવણી કરવાનો ઇરાદો

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સે (MI) છેલ્લી મેચ વાનખેડે ખાતે 5 મે 2019ના રોજ રમી હતી. એટલે કે ત્યારે તે માત્ર 3 વખત IPL ચેમ્પિયન બની હતી અને હવે જ્યારે તે અહીં મેચ રમી રહી છે ત્યારે તે 5 વખતની IPL ચેમ્પિયન છે.

Mumbai Indians 1083 દિવસ પછી વાનખેડેમાં રમવા ઉતરી, સચિન તેંડુલકરના જન્મદિવસે વિજય સાથે ઉજવણી કરવાનો ઇરાદો
Mumbai Indians (PC: IPL)
| Edited By: | Updated on: Apr 24, 2022 | 8:36 PM

IPL 2022 માં જો કોઈ ટીમની હાલત સૌથી ખરાબ છે તો તે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) છે. પોઈન્ટ ટેબલ આ ટીમની વાસ્તવિક વાર્તા કહે છે. અત્યાર સુધી આ ટીમ 7 મેચ રમી છે અને તમામમાં તેને હાર મળી છે. પરંતુ બની શકે છે કે આજે લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેની હારનો સિલસિલો સમાપ્ત થઈ જશે. એવું નથી કે લખનૌની ટીમ પાસે તાકાત નથી. તે સારી ટીમ છે. પણ આજે મુંબઈની જીતની આશા જાગી છે કારણ કે તે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પરત ફરી છે. 1083 દિવસ બાદ તે પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે (Wankhede Stadium) સ્ટેડિયમ પર પ્રથમ મેચ રમવા આવી છે. આ રીતે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વાનખેડે પર તેની પ્રથમ મેચ રમશે.

મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી મેચ વાનખેડે ખાતે 5 મે 2019 ના રોજ રમી હતી. એટલે કે ત્યારે તે માત્ર 3 વખત IPL ચેમ્પિયન બની હતી અને હવે જ્યારે તે અહીં મેચ રમી રહી છે ત્યારે તે 5 વખતની IPL ચેમ્પિયન છે. એટલે કે વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ અને આ મેચ વચ્ચે ઘણું બદલાઈ ગયું છે.

સચિન તેંડુલકરના કારણે પણ આજની મેચ ખાસ છે

જો કે, આજની મેચ માત્ર એટલા માટે ખાસ નથી કારણ કે તેના દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ ઘરે પરત ફરી રહી છે. તેના બદલે, આ મેચ મુંબઈ ઈન્ડિયન્સના માર્ગદર્શક સચિન તેંડુલકરના જન્મદિવસ માટે પણ ખાસ છે. આજે 24મી એપ્રિલ એટલે કે સચિન તેંડુલકરનો જન્મદિવસ છે. આજના દિવસે 49 વર્ષ પહેલા માસ્ટર બ્લાસ્ટરનો જન્મ થયો હતો. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ હારની કળી તોડીને જીતને ગળે લગાવીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને તેના જન્મદિવસની ભેટ આપશે.

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ટીમે 62.7 % મેચ જીતી છે

વાનખેડે સ્ટેડિયમ માત્ર IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડો છે જ પણ આ સિવાય અહીં આ ટીમનો રેકોર્ડ પણ શાનદાર છે. મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે પર તેની 62.7 ટકા મેચ જીતી છે. આ એક બીજું કારણ છે જેણે મુંબઈની ટીમ હાર પર લગામ લગાવીને જીતનો સ્વાદ ચાખશે તેવી આશા જગાવી છે.

આ પણ વાંચો : IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સે મોહસીન ખાનને મુંબઈ સામે ઉતારવાનો ખેલ્યો દાવ, જાણો કોણ છે જે પહેલા ‘પલટન’ નો હતો હિસ્સો

આ પણ વાંચો : IPL 2022: સતત 7 હાર બાદ ઝહીર ખાને મુંબઈ ઈન્ડિયન્સ વિશે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

Published On - 8:34 pm, Sun, 24 April 22