
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક પૂર્વ અધિકારી આરવીએસ મણિએ દાવો કર્યો છે કે, પાકિસ્તાની ક્રિકેટરો ભારત પ્રવાસ દરમિયાન ડ્રગ્સની તસ્કરી કરતા હતા. તેમણે શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફના નામ પણ લીધા, જેમને આ આરોપમાં પકડવામાં આવ્યા હતા. તે દરમિયાન PCB એ અખ્તર પર 2 વર્ષ અને આસિફ પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.
અધિકારીનું કહેવું છે કે, તેઓ પોતાના સેવન માટે નહીં પરંતુ તસ્કરી માટે પોતાની સાથે ડ્રગ્સ લાવતા હતા. તેમણે પાકિસ્તાની ક્રિકેટરો સહિત અધિકારીઓ પર પણ ડ્રગ્સ તસ્કરીનો આરોપ લગાવ્યો.
આરવીએસ મણિએ એએનઆઈ (ANI) ને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો કે, મુંબઈ હુમલાના નેરેટિવને હિન્દુ આતંકવાદ તરીકે રજૂ કરવાની યોજના હતી. તેમણે કહ્યું કે, જો મુંબઈ પોલીસના અધિકારી તુકારામ ઓમ્બલેએ અજમલ કસાબને જીવતો પકડ્યો ન હોત, તો તેને હિન્દુ દ્વારા કરવામાં આવેલો હુમલો ગણાવવામાં આવ્યો હોત. તેમણે કહ્યું કે, અજમલે હાથમાં કલાવા (પવિત્ર દોરો) પહેરેલો હતો.
BIG REVELATION: Pakistani cricketers, delegation members & players like Shoaib Akhtar & Mohammad Asif used to traffic drugs into India on every tour.
In one reported case, they panicked and self-confessed. Their coach Bob Woolmer, who called out the trafficking, DIED under… pic.twitter.com/9NAnR4dIkj
— Megh Updates ™ (@MeghUpdates) July 14, 2026
અધિકારીએ અહેવાલનો હવાલો આપતા દાવો કર્યો કે, આતંકવાદી હુમલાનું 30 ટકા ફંડિંગ ડ્રગ્સ તસ્કરીના પૈસાથી થયું હતું. તેમણે કહ્યું કે, આ પાકિસ્તાનની પોલિસી છે. તેમણે બોબ વૂલ્મરના મોતનો પણ ઉલ્લેખ કર્યો, જેમનું વર્ષ 2007 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેઓ પોતાની હોટેલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
શરૂઆતની તપાસમાં સામે આવ્યું હતું કે, વૂલ્મરની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે પરંતુ તપાસ બાદ જમૈકા પોલીસે તેને હાર્ટ એટેક અથવા સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર થયેલું મોત ગણાવ્યું હતું.
મણિનું કહેવું છે કે, તસ્કરીનું આ કામ માત્ર પર્સનલ પૈસા માટે નહોતું થતું. તેમણે દાવો કર્યો કે, આનાથી થતી કમાણી સીધી પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અને ભારત-વિરોધી આતંકી પ્રવૃત્તિઓને ફંડ કરવામાં ઉપયોગમાં લેવાતી હતી.
મણિએ એ પણ જણાવ્યું કે, “આ દાવા તેમની પર્સનલ સમજ અને એ આરોપો પર આધારિત છે કે, જે તેમણે ઇન્ટેલિજન્સ સંબંધિત દસ્તાવેજો તૈયાર કરતી વખતે બનાવ્યા હતા.” આ કોઈ આંતરરાષ્ટ્રીય અદાલત કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના સત્તાવાર નિષ્કર્ષને દર્શાવતું નથી.