MS Dhoni: ધોની રાંચીના રસ્તાઓ પર વિન્ટેજ Mini Cooper ડ્રાઈવ કરતો જોવા મળ્યો, જુઓ Video

MS Dhoni Video: મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં IPL 2023 માં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યુ હતુ. હાલમાં ધોની વતન રાંચીમાં સમય વિતાવી રહ્યો છે. ધોનીને કાર અને સ્પોર્ટ્સ બાઈકનો ખૂબ શોખ છે, રાંચીમાં તે કાર ચલાવતો કેટલીક વાર જોવા મળતો હોય છે.

MS Dhoni: ધોની રાંચીના રસ્તાઓ પર વિન્ટેજ Mini Cooper ડ્રાઈવ કરતો જોવા મળ્યો, જુઓ Video
Dhoni spotted driving a vintage Mini Cooper
| Edited By: | Updated on: Jun 18, 2023 | 10:42 AM

IPL 2023 સમાપ્ત થવા બાદ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હવે પોતાના વતનમાં સમય પસાર કરવા લાગ્યો છે. ધોની હાલમાં રાંચી છે. ફાઈનલ મેચ જીત્યા બાદ તે અમદાવાદ થી સીધો જ મુંબઈ પહોંચ્યો હતો અને જ્યાં તેણે ઘૂંટણની સર્જરી કરાવી હતી. હવે ધોની પોતાના વતન રાંચીમાં જોવા મળી રહ્યો છે. રાંચીમાં તે વિન્ટેજ કાર ચલાવતા ચાહકોને નજરે પડ્યો છે. આ કારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે. ધોનીને કાર અને બાઈકનો ખૂબ શોખ છે અને તે અનેકવાર બાઈક અને કાર ડ્રાઈવ કરતો જોવા મળ્યો છે.

ધોની રેડ વિન્ટેજ મીની કૂપર કાર લઈને રાંચીના રસ્તા પર જોવા મળ્યો હતો. તેણે ડ્રાયવર સાઈડનો કાચ પણ અધ ખૂલ્લો રાખીને ચાહકોને પણ રિએક્શન આપ્યુ હતુ. ધોનીને જોઈને તેના ચાહકો પણ ખૂબ જ ખૂશ થઈ ગયા હતા. પરંતુ તેના આ વિડીયોને ચાહકોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ કર્યો છે.

 

આ પણ વાંચોઃ Rain in Sabarkantha: સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, પોશીના તાલુકામાં 6 ઈંચ, વિજયનગરમાં અઢી ઈંચ નોંધાયો

ધોની પાસે કારનુ કલેકશન

રેડ કલરની મીની કૂપર વિન્ટેજ છે. ધોની સફેદ રંગના પટ્ટા ધરાવતી આ કાર ચલાવતો નજર આવ્યો છે. મીની કૂપર કારનુ આ વિન્ટેજ મોડલ છે અને જે રોવર કૂપર મીની સ્પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. BMW દ્વારા તેનુ નિર્માણ કરવામાં આવે છે.

ધોનીને કાર અને બાઈકનો ખૂબ જ શોખ છે. તેની પાસે મોટી સંખ્યામાં કાર અને સ્પોર્ટ્સ બાઈક છે. તે અવાર નવાર તેને ચલાવતો જોવા મળે છે. ધોની પાસે મર્સિડીઝ બેન્ઝ GL 250D, વિન્ટેજ રોલ્સ રોય્સ સિલ્વર રેથ 2. 1970 ફોર્ડ મસ્ટેંગ 429 ફાસ્ટબેક છે. આ સિવાય ધોની પાસે જીપ ગ્રાન્ડ ચેરોકી SRT, 1970 પોંટિએક ફાયરબર્ડ ટ્રાન્સ એમ. હમર H2. નિસાન જોંપા 1 ટન અને આ સિવાય અન્ય કાર પણ તેના ખજાનામાં સામેલ છે. આ સિવાય ધોની પાસે લગભગ એક ડઝનથી પણ વધારે સ્પોર્ટ્સ બાઈક છે.

આ પણ વાંચોઃ  Gujarat Video: અમદાવાદ-ઉદયપુર હાઈવે પર હિંમતનગર પાસેના નવા ઓવરબ્રિજમાં ગાબડુ પડ્યુ, વરસાદે ખોલી પોલ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:38 am, Sun, 18 June 23