MS Dhoni New Look Video: મહેન્દ્ર સિંહ ધોની જોવા મળ્યો નવા લુકમાં! ફેન્સેને યાદ આવ્યો 18 વર્ષ જુનો ‘માહી’

MS Dhoni New Look: ધોની હંમેશા તેનો લુક ચેન્જ કરતો રહે છે. જ્યારે પણ તે આવું કરે છે ત્યારે તે ચર્ચામાં આવે છે. આ વખતે પણ એવું થયુ છે. આ લુક જોઈને લોકો કહી રહ્યા છે કે માહી તેના જૂના અવતારમાં કમબેક કરી રહ્યો છે. જેના માટે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તેના વખાણ કર્યા હતા.

MS Dhoni New Look Video: મહેન્દ્ર સિંહ ધોની જોવા મળ્યો નવા લુકમાં! ફેન્સેને યાદ આવ્યો 18 વર્ષ જુનો માહી
mahi new look
| Edited By: | Updated on: Sep 30, 2023 | 1:56 PM

MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ક્રિકેટ રમે કે ન રમે પણ તે હંમેશા ટ્રેન્ડમાં રહે છે. ધોનીએ જ્યારથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ, ત્યારથી તેનો ક્રેઝ વધી ગયો છે. ત્યારે હાલમાં ફરી એકવાર માહી તેના નવા લુકને કારણે ચર્ચામાં આવ્યો છે. ધોની હંમેશા તેનો લુક ચેન્જ કરતો રહે છે. જ્યારે પણ તે આવું કરે છે ત્યારે તે ચર્ચામાં આવે છે. આ વખતે પણ એવું થયુ છે. આ લુક જોઈને લોકો કહી રહ્યા છે કે માહી તેના જૂના અવતારમાં કમબેક કરી રહ્યો છે. જેના માટે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તેના વખાણ કર્યા હતા.

આવતા વર્ષે IPLમાં ધોની જૂની સ્ટાઈલ જોવા મળી શકે

તમને જણાવી દઈ કે વર્ષ 2020માં ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હવે તે માત્ર IPLમાં જ રમે છે. જ્યારથી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધું છે, ત્યારથી દર વર્ષે એવું કહેવામાં આવે છે કે આ વર્ષ તેની છેલ્લી IPL હશે પરંતુ એવું થતું નથી. વાસ્તવમાં તેણે પોતાની કેપ્ટનશિપથી 2021 અને 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને વિજેતા બનાવ્યા છે. હવે ધોનીનો જે લુક સામે આવ્યો છે તે જોતા લાગે છે કે આવતા વર્ષે IPLમાં ધોની જૂની સ્ટાઈલ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Mohammad Rizwan Century: ભારતમાં આવતા જ મોહમ્મદ રિઝવાને ધૂમ મચાવી, ન્યૂઝીલેન્ડ સામે ફટકારી સદી

માહીનો નવો લુક!

ધોનીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની બસમાં બેસવા જઈ રહ્યો છે અને તેને સુરક્ષાકર્મીઓએ ઘેરી લીધો છે. આ વીડિયોમાં ધોનીના લાંબા વાળ જોવા મળી રહ્યા છે અને તેણે પોની ટેલ કર્યુ છે. ધોનીનો આ લુક જોઈને બધાને એ સમય યાદ આવી ગયો, જ્યારે ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. તે સમયે ધોનીના વાળ લાંબા અને એકદમ સીધા હતા. ત્યારે પણ તેના વાળને લઈને ઘણી ચર્ચા થઈ હતી.

ધોની ફરીથી લાંબા વાળ વાળા લુકમાં જોવા મળ્યો

2005માં જ્યારે ભારતે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તેમને લાંબા વાળ ન કપાવવા માટે સૂચન કર્યુ હતું. ધોનીની કપ્તાનીમાં જ્યારે ભારતે 2007માં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો, ત્યારે પણ તેના લાંબા વાળ હતા. આ પછી જો કે ધોનીએ તેના લાંબા વાળ કાપ્યા હતા અને ત્યારથી તે ટૂંકા વાળ રાખે છે, પરંતુ હવે ધોની ફરીથી લાંબા વાળના લુકમાં જોવા મળ્યો છે.

ફેન્સ IPLની જોઈ રહ્યા છીએ રાહ

ધોનીના ફેન્સ આખું વર્ષ IPLની રાહ જોતા હોય છે. ધોની માત્ર IPL રમે છે અને તેથી ફેન્સ તેના પર નજર રાખે છે. ધોનીને લઈને લોકો કેટલા ક્રેઝી છે તે આઈપીએલમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે જે પણ સ્ટેડિયમમાં જાય છે, ત્યાં તેના ફેન્સની ભીડ ઓછી થતી નથી, પછી ભલે તે મેદાન કોઈ પણ શહેરમાં હોય. હવે ધોનીના ફેન્સ એ જોવા આતુર બની ગયા છે કે ધોની તેના જૂના લુકમાં પાછો આવે છે કે નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો