T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ટીમ ઈન્ડિયાના મેન્ટરની ભૂમિકા ભજવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) હવે તેમના હોમ ટાઉન રાંચીમાં છે. રાંચી એટલે ધોનીનું શહેર અને તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 માટેનું સ્થળ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 (India vs New Zealand 2nd T20) 19 નવેમ્બરે રાંચીના JSCA સ્ટેડિયમ (JSCA Stadium) માં રમાશે.
આ મેચ પહેલા ધોનીએ JSCA સ્ટેડિયમ આવન-જાવનની શરુઆત કરી છે. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે. પરંતુ, સ્ટેડિયમ પહોંચતા ધોનીને મેચ સાથે કોઈ લેવાદેવા નથી. બલ્કે, તેની પાછળ તેનો પોતાનો ઈરાદો છે.
જ્યારે તેને રાંચીમાં ખાલી સમય મળી રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં ધોની તેની ફિટનેસ પર ધ્યાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ફક્ત જીમ કરવાના ઈરાદાથી JSCA સ્ટેડિયમ ગયો હતો, જ્યાંથી તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. વાયરલ થયેલી તસવીરોમાં ધોની જીમમાં પરસેવો પાડતો જોઈ શકાય છે.
Latest video of MS Dhoni at JSCA 💪🔥#MSDhoni • #WhistlePodu pic.twitter.com/KFUs65mp86
— Nithish Msdian (@thebrainofmsd) November 14, 2021
જીમ સિવાય એક વીડિયો JSCA સ્ટેડિયમમાં ધોનીની એન્ટ્રીનો છે. આ દરમિયાન, ઝારખંડની U19 ટીમનો ભાગ રહેલો યુવા ક્રિકેટરને પોતાનો ઓટોગ્રાફ આપતો જોવા મળે છે.
Recent video of MS Dhoni at JSCA giving his autograph to Jharkhand U19 players! 😍❤️
🎥 : Kushmahi7 #MSDhoni • #WhistlePodu pic.twitter.com/mr6l2JXnjS
— Nithish Msdian (@thebrainofmsd) November 14, 2021
ધોની ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાનો મેન્ટર હતો, જ્યાં ગ્રુપ સ્ટેજમાં જ ભારતીય ટીમની સફર અટકી ગઈ હતી. અગાઉ, ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ 2021નું ટાઈટલ જીત્યું હતું, જે યલો જર્સી ફ્રેન્ચાઈઝીનુ ચોથું આઈપીએલ ટાઈટલ હતું.
ટીમ ઈન્ડિયા જ્યારે પણ રાંચીના પ્રવાસે જાય છે. ધોની પોતાના ઘરે આખી ટીમ માટે મિજબાનીનું આયોજન કરે છે. કોરોના પ્રોટોકોલને કારણે શક્ય છે કે આ વખતે એવું કરવું શક્ય નથી. ધોની ભલે રમે કે ન રમે, લોકો ભારત-ન્યૂઝીલેન્ડની બીજી T20 દરમિયાન મેદાન પર તેની ઝલક ચોક્કસથી જોઈ શકે છે.