Video : મોહમ્મદ સિરાજે બતાવી ઉદારતા, મદદ કરનારાઓને અમૂલ્ય વસ્તુઓ આપી ભેટમાં

Team India in West Indies: 12 જુલાઈથી ભારત-વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત થશે. ટેસ્ટ, વનડે અને ટેસ્ટ સિરીઝ માટે પહેલાથી જ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ઉતરી છે. પ્રેક્ટિસ દરમિયાનનો મોહમ્મદ સિરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Video : મોહમ્મદ સિરાજે બતાવી ઉદારતા, મદદ કરનારાઓને અમૂલ્ય વસ્તુઓ આપી ભેટમાં
Mohammed Siraj
| Edited By: | Updated on: Jul 07, 2023 | 5:36 PM

 West Indies :  ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર છે. ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર પ્રેક્ટિસ કરી રહી છે. આ પ્રવાસ પહેલા ભારતીય ખેલાડીઓએ એકબીજા સાથે જ એક મેચ રમી, જેમા બારબાડોસના સ્થાનીક ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો.

એક રીતે આ સ્થાનીક ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝના વાતાવરણમાં અનુકુળ થવામાં મદદ કરી હતી. ત્યાર બાદ ભારતીય ખેલાડીઓએ પણ દિલ જીતવાવાળુ એક કામ કર્યું હતું. મોહમ્મદ સિરાજે આ સ્થાનીક ખેલાડીઓને કેટલીક ખાસ વસ્તુઓ ભેટમાં આપી હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :  MSD Sakshi’s Love Story: એક જ શાળામાં ધોની-સાક્ષીએ કર્યો છે અભ્યાસ, જાણો તેમની ક્યૂટ લવ સ્ટોરી

વેસ્ટ ઈન્ડિઝથી આવ્યો દિલ ખુશ કરી દેતો વીડિયો

 


આ પણ વાંચો :  MS Dhoni Net Worth: રિટારયરમેન્ટ બાદ પર કરોડોની કમાણી કરે છે માહી, જાણો કેટલી સંપતિ છે મહેન્દ્રસિંહ ધોની પાસે

વેસ્ટ ઈન્ડિઝના બારબાડોસના લોકલ ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસમાં મદદ કરી હતી, જેના બદલામાં ટીમના ખેલાડીઓએ પણ તેમની મદદ કરી હતી. ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે બારબાડોસના એક લોકલ ખેલાડીને પોતાની બેટ ગિફ્ટ કરી હતી. અને બીજા એક ખેલાડીને સૂઝ ગિફ્ટ કર્યા હતા. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટરોના આ સામાન ખુબ કિંમતી હોય છે. બીસીસીઆઈ દ્વારા આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : MS Dhoni angry moments : જ્યારે મેદાન પર કેપ્ટન કુલ બન્યા ‘Angry Men’, જાણો ક્યારે આવ્યો ગુસ્સો

મોહમ્મદ સિરાજ સિવાય અન્ય ખેલાડીઓ પણ સ્થાનીક ખેલાડીઓ અને ફેન્સ સાથે જોવા મળ્યા હતા. ઈશાન કિશન એક ખેલાડીને બેટિંગ ટિપ્સ આપતો જોવા મળ્યો હતો. જ્યારે અશ્વિન બોલિંગ ટિપ્સ આપતા જોવા મળ્યો હતો. અજિંક્ય રહાણે અને રોહિત શર્માએ સ્થાનીક ખેલાડીઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો