IND vs NZ: મોહમ્મદ સિરાજ T20 સિરીઝ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં રમવા પર આશંકા, ઇજાને લઇને સંકટ

|

Nov 19, 2021 | 9:37 PM

જયપુરમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ T20માં ઈજાના કારણે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) રાંચી T20 માંથી બહાર થયો હતો, પરંતુ હવે તેને ત્રીજી T20માંથી પણ બહાર થવાનો ખતરો છે.

IND vs NZ: મોહમ્મદ સિરાજ T20 સિરીઝ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં રમવા પર આશંકા, ઇજાને લઇને સંકટ
Mohammad Siraj

Follow us on

જયપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાયેલી પ્રથમ T20માં, ઈજાના કારણે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) રાંચી ટી20માંથી બહાર થઇ ગયો હતો. પરંતુ હવે તેને ત્રીજી T20માંથી પણ બહાર થવાનો ખતરો મંડરાયો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 21 નવેમ્બરે કોલકાતા (Kolkata) માં રમાશે. ત્રીજી T20 સિવાય ટેસ્ટ સિરીઝમાં પણ સિરાજના રમવા પર સસ્પેન્સ છે.

સિરાજને પ્રથમ T20I દરમિયાન ડાબા હાથમાં ઈજા થઈ હતી. હાલમાં, તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને ત્રીજી T20 અથવા ટેસ્ટ શ્રેણીમાં તેના રમવા અંગેનો અંતિમ નિર્ણય મેડિકલ ટીમે લેવાનો છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

મોહમ્મદ સિરાજ જયપુર T20માં પોતાની જ બોલિંગ પર ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. BCCI ની મેડિકલ ટીમ તેની ઈજા પર સતત નજર રાખી રહી છે, જે સંદર્ભે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

 

સિરાજને ત્રીજી T20 અને ટેસ્ટ શ્રેણીમાં રમવા પર સસ્પેન્સ

સિરાજને ઈજાના કારણે રાંચી T20ની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી નહોતી. તેની જગ્યાએ હર્ષલ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. પરંતુ હવે ત્રીજી ટી20માં સિરાજના રમવા પર સસ્પેન્સ છે. આટલું જ નહીં, એવા સમાચાર પણ છે કે રોહિતને સિરાજનો લાભ નહીં મળે તો રહાણે અને વિરાટ પણ તેના લાભથી વંચિત રહી શકે છે. મતલબ સિરાજ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ જશે.

 

ટેસ્ટ સિરીઝ 25 નવેમ્બરથી શરૂ થશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરથી બે ટેસ્ટ મેચની સીરીઝ રમાવાની છે. પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી રમાશે. વિરાટ કોહલી મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે. જ્યારે પ્રથમ ટેસ્ટમાં અજિંક્ય રહાણે કેપ્ટન અને ચેતેશ્વર પુજારા વાઇસ કેપ્ટન હશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી કાનપુરથી શરૂ થશે. કાનપુરનુ ગ્રીન પાર્ક પ્રથમ ટેસ્ટની યજમાની માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

 

આ પણ વાંચોઃ Tim Paine: ટિમ પેનની ખૂબસુરત પત્નિ બોની એ દિલ મોટુ રાખ્યુ, ગંદી હરકત કર્યા બાદ પણ કરી દીધો માફ

આ પણ વાંચોઃ IND vs NZ: માર્ટિન ગુપ્ટીલ T20I માં બન્યો કિંગ, વિરાટ કોહલીના બહાર રહેતા તોડી દીધો આ મહત્વનો રેકોર્ડ, રોહિત પણ રેસમાં

Published On - 9:33 pm, Fri, 19 November 21

Next Article