અફઘાનિસ્તાનનો ક્રિકેટર મોહમ્મદ શહજાદ (Mohammad Shahzad) ક્રિકેટ ગ્રાઉન્ડમાં ધૂમ્રપાન કરતો ઝડપાયો છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2022 (Bangladesh Premier League 2022) ની મેચ પછી 4 ફેબ્રુઆરીએ તે શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ઢાકા (Shere Bangla National Stadium Dhaka) ખાતે ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો. આ કારણે મોહમ્મદ શહઝાદને મેચ અધિકારીઓએ ઠપકો આપ્યો હતો. તેના પર શિસ્તભંગની કાર્યવાહી માટે ડિમેરિટ પોઈન્ટ પણ લગાવવામાં આવ્યો છે. મોહમ્મદ શહઝાદને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની આચાર સંહિતાની કલમ 2.20 નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ ધારા હેઠળ, તે રમતની ભાવનાની વિરુદ્ધ કામ કરવા ની બાબતનો સમાવેશ થાય છે. મોહમ્મદ શહઝાદ BPL 2022માં મિનિસ્ટર ગ્રુપ ઢાકા ટીમનો ભાગ છે.
બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં મિનિસ્ટર ગ્રૂપ ઢાકાની 4 ફેબ્રુઆરીના રોજ કોમિલા વિક્ટોરિયન્સ સામે મેચ હતી. પરંતુ વરસાદના કારણે મેચ થઈ શકી ન હતી. જ્યારે વરસાદ બંધ થયો ત્યારે મોહમ્મદ શહઝાદ બાકીના ખેલાડીઓ સાથે મેદાનમાં ચાલી રહ્યો હતો. આ દરમિયાન તે સ્મોકિંગ કરતો જોવા મળ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે શહઝાદે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરી નિયામુર રાશિદ દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો છે. આવી સ્થિતિમાં, સત્તાવાર સુનાવણીની જરૂર નહોતી.
OFFICIAL: Mohammad Shahzad has been handed one demerit point for smoking (e-cigarette) on the field tonight. BCB also gave a warning to him. #BCB #BPL2022 pic.twitter.com/Vn6vpZjw5D
— Saif Ahmed (@saifahmed75) February 4, 2022
Mohammad Shahzad was reprimanded for smoking on the ground in the BPL yesterday. pic.twitter.com/fZoPdnPKh5
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2022
બાંગ્લાદેશના ઘણા અખબારોમાં સ્ટેડિયમની અંદર ધૂમ્રપાન કરતા મોહમ્મદ શહઝાદનો ફોટો છપાયો હતો. ઉપરાંત, આ ફોટો સોશિયલ મીડિયા પર પણ ખૂબ શેર થઇ રહ્યો હતો. એવું કહેવાય છે કે ઢાકાના કોચ મિઝાનુર રહેમાને પહેલા મોહમ્મદ શહઝાદને મેદાનમાં ધૂમ્રપાન કરવા માટે અટકાવ્યો અને આમ ન કરવા કહ્યું હતુ. ત્યારબાદ તમીમ ઈકબાલે શહજાદ સાથે વાત કરી અને તેને ડ્રેસિંગ રૂમમાં જવા કહ્યું.
મોહમ્મદ શહઝાદ BPL 2020 માં સતત ઢાકા પ્લેઇંગ XI નો હિસ્સો છે. તેણે આ સિઝનમાં ચાર વાર દસ કરતા પણ ઓછો સ્કોર કર્યો છે. આ સિવાય 53 અને 42 રનની ઈનિંગ્સ રમી હતી. ઢાકા અત્યારે સાત મેચમાં સાત પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. મોહમ્મદ શહજાદની ઓળખ આતશી બેટ્સમેન તરીકે છે. તે ઇનિંગ્સની શરૂઆત કરે છે.
Published On - 11:14 am, Sat, 5 February 22