MLC 2023: IPL બાદ USAમાં પણ સુપર કિંગ્સનો ધમાકો, પાકિસ્તાની ખેલાડીએ જિતાડી મેચ

|

Jul 14, 2023 | 6:12 PM

ટેક્સાસ સુપર કિંગ્સે મેજર લીગ ક્રિકેટની શરૂઆત એકતરફી જીત સાથે કરી છે. પહેલી જ મેચમાં આન્દ્રે રસેલની ઇનિંગ્સ નિષ્ફળ રહી હતી અને લોસ એન્જલસ નાઈટ રાઈડર્સને એકતરફી હાર મળી હતી.

MLC 2023: IPL બાદ USAમાં પણ સુપર કિંગ્સનો ધમાકો, પાકિસ્તાની ખેલાડીએ જિતાડી મેચ
MLC 2023

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીની ટીમ ટેક્સાસ સુપર કિંગ્સે અમેરિકામાં મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝનની જીત સાથે શરૂઆત કરી છે. ફાફ ડુપ્લેસીની કપ્તાનીવાળી આ ટીમે પ્રથમ મેચમાં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. ટેક્સાસે આ મેચ 69 રને જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ટેક્સાસે છ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. લોસ એન્જલસની ટીમ 14 ઓવરમાં માત્ર 112 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને મેચ હારી ગઈ હતી. ટીમની આ જીતમાં પાકિસ્તાનના એક ખેલાડીનો પણ હાથ હતો.

IPL ફ્રેન્ચાઈઝીની બે ટીમો વચ્ચે ટક્કર

MLCમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી ચાર ટીમો IPL ફ્રેન્ચાઈઝીની ટીમો છે. પ્રથમ મેચ IPL ફ્રેન્ચાઈઝીની બે ટીમો વચ્ચે રમાઈ હતી. ફાફ ડુ પ્લેસિસ લાંબા સમય સુધી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. જો કે હવે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન છે, પરંતુ MLCમાં સુપર કિંગ્સે તેને ફરીથી પોતાની સાથે જોડ્યો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

કોનવે-મિલરે અડધી સદી ફટકારી

આ મેચમાં સુપર કિંગ્સ તરફથી ડેવોન કોનવે અને ડેવિડ મિલરે અડધી સદી ફટકારી હતી. ઓપનર કોનવેએ 37 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 55 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ મિલરે 42 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા.

કપ્તાન ફાફ ડુપ્લેસી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ખાતું ખોલાવ્યા વિના બીજી ઓવરના બીજા જ બોલ પર લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો.અંતમાં સેન્ટનરે 14 બોલમાં 21 રન અને બ્રાવોએ છ બોલમાં 16 રન ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. લોસ એન્જલસ તરફથી અલી ખાન અને લોકી ફર્ગ્યુસને બે-બે વિકેટ લીધી હતી.

રસેલ મેચ ન જીતાડી શક્યો

લોસ એન્જેલસ તરફથી આન્દ્રે રસેલે ટીમને જીતાડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો. તેણે 34 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા. જોકે ટીમને સારી શરૂઆત મળી ન હતી.

માર્ટિન ગપ્ટિલ ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. ઉન્મુક્ત ચંદ અને રિલે રુસો ચાર-ચાર રનથી આગળ વધી શક્યા ન હતા. નીતીશ કુમાર પણ ખાતું ખોલાવી શક્યો ન હતો.

સુપર કિંગ્સે નાઈટ રાઈડર્સને હરાવ્યું

લોસ એન્જલસની 20 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. અહીંથી આન્દ્રે રસેલ અને જસકરણ મલ્હોત્રાએ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. મલ્હોત્રા 11 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 22 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સુનિલ નારાયણ (15)એ રસેલને સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ રહ્યો ન હતો.

આ પણ વાંચો : Yashasvi Jaiswal Century: યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ મેચમાં નોંધાવેલી સદી કોને ડેડિકેટ કરી? ઈમોશનલ થયો ઓપનર-Video

પાકિસ્તાનના મોહસિને કરી કમાલ

સુપર કિંગ્સ માટે મોહમ્મદ મોહસિને અદભૂત બોલિંગ કરી હતી. તેણે ત્રણ ઓવરમાં આઠ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. મોહસીન પાકિસ્તાનનો ખેલાડી છે. તેનો જન્મ પેશાવરમાં થયો હતો. રસ્ટી થેરોન અને ગેરાલ્ડ કોએત્ઝીએ બે-બે વિકેટ લીધી હતી જ્યારે કેલ્વિન સેવેજ અને બ્રાવોએ એક-એક વિકેટ લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 6:07 pm, Fri, 14 July 23

Next Article