મિતાલી રાજ (Mithali Raj) ક્રિકેટ પર એટલા વર્ષોથી રાજ કરી રહી છે કે હવે તે ગમે તે મેચ રમે છે, તે જે પણ મેચમાં ઉતરે છે, તે રન બનાવે કે ના બનાવે પરંતુ તે રેકોર્ડ જરુર બનાવે છે. આ દરમિયાન તે પોતાની કેપ્ટનશિપ સાથે રેકોર્ડની નવી વ્યાખ્યા પણ લખે છે. હાલમાં તે ચર્ચામાં છે કારણ કે તેણે તે કર્યું છે જે એમએસ ધોની (MS Dhoni) , સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અથવા તો મોહમ્મદ અઝહરુદ્દીન ભારત માટે કરી શક્યા નથી. આમ કરીને તે ભારતની નંબર વન કેપ્ટન બની ગઈ છે. અમે અહીં વર્લ્ડ કપની કેપ્ટનશિપ વિશે વાત કરી રહ્યા છીએ. જેમાં મિતાલીએ તમામ ભારતીય કેપ્ટનોને પાછળ છોડીને પોતાનુ રાજ જમાવી દીધુ છે, પછી ભલે તે પુરુષ હોય કે મહિલા.
મિતાલી રાજ હવે વિશ્વ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનારી ભારતીય બની ગઈ છે. આ મામલામાં તેણે મોહમ્મદ અહરુદ્દીનનો જૂનો ભારતીય રેકોર્ડ તોડ્યો છે. મિતાલી આ મામલામાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની અન્ય મહિલા કેપ્ટનોથી પણ આગળ છે.
ODI વર્લ્ડ કપની સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાનો ભારતીય રેકોર્ડ અગાઉ મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો. તેણે 23 વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી પરંતુ, મિતાલી રાજે હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેને આ સફળતા વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં મળી હતી.
Mithali Raj breaks the record for most matches captained in the ICC Women’s Cricket World Cup #CWC22 pic.twitter.com/CiTHmbC72X
— ICC (@ICC) March 12, 2022
#TeamIndia Captain @M_Raj03 now holds the record of captaining in most matches – 2⃣4⃣ – in the Women’s ODI World Cups. #CWC22 | #WIvIND pic.twitter.com/qkbcXa2srP
— BCCI Women (@BCCIWomen) March 12, 2022
મિતાલી રાજની આ 24મી મેચ હતી, જેમાં તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહી હતી. આ પહેલા તેણે છેલ્લી 23 મેચમાં 14માં ભારતને જીત અપાવી છે. આ સાથે જ ભારતે 8 મેચ હારી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી.
આઈસીસી વર્લ્ડ કપની સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ભારતીયોની યાદીમાં એમએસ ધોની ત્રીજા નંબર પર છે. ધોનીએ વર્લ્ડ કપની 17 મેચોમાં ટીમ ઈન્ડિયાની આગેવાની સંભાળી છે.
Published On - 9:10 am, Sat, 12 March 22