
Abhishek Sharma: વિરાટ કોહલી અને શુભમન ગિલ બાદ હવે યુવા ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા પણ મહિલા ચાહકોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી જાહેરમાં અભિષેક શર્મા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતી જોવા મળે છે.
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન Virat Kohliની દુનિયાભરમાં વિશાળ ફેન ફોલોઇંગ છે. એ જ રીતે Shubman Gill પણ ખૂબ લોકપ્રિય છે. હવે આ યાદીમાં અભિષેક શર્માનું નામ પણ જોડાઈ ગયું છે. તેની રમતમાં અને વ્યક્તિત્વમાં છુપાયેલ આકર્ષણને કારણે તે મહિલા ચાહકોનો નવો ક્રશ બની રહ્યો છે.
વાયરલ વીડિયોમાં સ્ટેન્ડમાં બેઠેલી એક મિસ્ટ્રી ગર્લ અભિષેક શર્માનો ફોટો ધરાવતું પોસ્ટર હાથમાં રાખીને જોવા મળે છે. પોસ્ટર પર લખેલું છે, “તમે ફક્ત ક્રશ નથી, તમે આખા દેશનો પ્રેમ છો.” વીડિયોમાં યુવતી અભિષેક તરફ જોઈને ફ્લાઈંગ કિસ આપતી નજરે પડે છે. આ દરમિયાન અભિષેક પણ સ્મિત સાથે તેનો પ્રતિસાદ આપતો જોવા મળે છે.
During the warm-up match against South Africa in Navi Mumbai, a girl fell in love with Abhishek Sharma
She came with a poster, showed it to Abhishek Sharma, and blew him a … pic.twitter.com/MK248ywjUs
— Jara (@JARA_Memer) February 5, 2026
આ વીડિયો 4 ફેબ્રુઆરીએ ભારત અને South Africa વચ્ચે રમાયેલી T20 World Cupની વોર્મ-અપ મેચનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રનથી હરાવ્યું હતું.
અભિષેક શર્માને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે. તેની વિસ્ફોટક બેટિંગ સ્ટાઈલએ ટૂંકા સમયમાં જ ચાહકો અને નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. અભિષેક અત્યાર સુધી 38 T20 મેચોમાં 1297 રન બનાવી ચૂક્યો છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 135 રનનો છે. સતત પ્રદર્શનના આધારે તે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી તરીકે ઊભરી રહ્યો છે.
ધોતી-કુર્તા પહેરી ચોગ્ગા- છગ્ગાનો વરસાદ કર્યો, જુઓ Video
Published On - 4:23 pm, Tue, 10 February 26