મિડલ સ્ટંપ વળી ગયું છતાંય બેટરને અંપાયરે નોટ આઉટ જાહેર કર્યો, સર્જાઈ વિચિત્ર ઘટના!
ક્રિકેટમાં અનેકવાર એવી ઘટનાઓ ઘટતી હોય છે કે, જેને લઈ આશ્ચર્ય સર્જાતુ હોય છે. ક્રિકેટ રસિકો પણ આવી ઘટનાઓને જોઈને તેને માનવા માટે મુશ્કેલ લાગતું હોય છે. ઓસ્ટ્રેલિયામાં આવી જ એક ઘટના બની છે. ક્રિકેટમાં આમ તો સામાન્ય રીતે સ્ટંપ ઉખડી જાય એટલે સૌ તેને આઉટ હોવાનું માની લેતા હોય છે. પરંતુ આ ઘટનામાં મિડલ સ્ટંપ આખું પાછળ વળી જવા જતા છતાં પણ અંપાયરે આઉટનો નિર્ણય આપ્યો નહોતો.

ક્રિકેટમાં અનેક વાર એવી ઘટનાઓ જોઈ હશે જેને માનવાથી તમે તૈયાર નહીં હોય. આમ છતાં પણ એ ઘટનાઓ વાસ્તવિક હોય છે અને તેને સ્વિકારવી જ પડતી હોય છે. કારણ કે આજકાલ ક્રિકેટ જ નહીં મોટાભાગની રમતો પર કેમેરાઓની નજર રહેતી હોય છે અને જેમાં આશ્ચર્યજનક ઘટનાઓ કેદ થતી હોય છે. આવી જ એક આશ્ચર્ય જન્માવનાર ઘટના ઓસ્ટ્રેલિયામાં સર્જાઈ છે. જ્યાં સ્ટંપ પર બોલ વાગતા વળી તો ગયુ પરંતુ બેટર આઉટ જાહેર થયો નહીં.
આ વિચિત્ર જેવી લાગતી ઘટના ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ એસીટી પ્રીમિયર ક્રિકેટ થર્ડ ગ્રેડ મેચમાં બની હતી. એસીટીએ જ આ આશ્ચર્યને સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે, જેમાં તસ્વીર શેર કરીને આ બતાવ્યુ છે. જેમાં સ્ટંપ પાછળની સાઈડમાં જતુ રહેલુ જોવા મળે છે, પરંતુ અંપાયરે બેટરને નોટ આઉટ આપ્યો હતો.
એટીપીએ શેર કરી તસ્વીર
આ મેચમાં બન્યુ એવુ કે, બોલરે બોલ ડિલિવર કર્યો અને સિધો જ મિડલ સ્ટંપ પર જઈને વાગ્યો હતો. આ સાથે જ મિડલ સ્ટંપ પાછળની તરફ ચાલી ગયુ હતુ. પરંતુ આમ છતાં બોલરને વિકેટ નસીબ થઈ શકી નહોતી. શરુઆતમાં તો બોલર સ્વાભાવિક જ ખુશીથી ઝૂમી ઉઠ્યો હશે, પરંતુ જ્યારે અંપાયરે નોટ આઉટ આપતા જ તેની ખુશીઓ નિરાશામાં પલટાઈ ગઈ હશે. પરંતુ બોલરથી લઈને તેની ટીમના ખેલાડીઓ માટે આ સમયે શું પ્રતિક્રિયા આપવી એ જ સમજમાં નહીં આવતી હોય.
Things you don’t see every day…
Explain this one from a Ginninderra-Wests game for us, cricket fans – how was this possible?
Physics? Chewing Gum? Swollen timber in all the rain?”
Wal Murdoch pic.twitter.com/484qFEt1Wj
— Cricket ACT (@CricketACT) December 10, 2023
તમને પણ એમ થતુ હશે કે, આમ કેમ? અંપાયરે કેમ બેટરને આઉટ જાહેર કર્યો નહીં. તો એની પાછળનું કારણ એ છે કે, બેલ્સ જેમની તેમ જ રહી હતી. એટલે કે સ્ટંપ પર ગોઠવવામાં આવેલ બેલ્સ તેના સ્થાન પર થી ખસી જ નહોતી. બેલ્સ બે સ્ટંપના આધાર પર હવામાં જોડાયેલી જ રહી હતી. આવી સ્થિતિમાં અંપાયરે બેટરને આઉટ જાહેર કર્યો નહોતો.
શું છે ક્રિકેટનો નિયમ?
મેરિલબોન ક્રિકેટ ક્લબના નિયમોનુસાર આ ઘટનામાં અંપાયરે બેટરને આઉટ જાહેર કર્યો નહોતો. નિયમ મુજબ ખેલાડીને ત્યારે જ આઉટ આપવામાં આવે છે, જ્યારે એક પણ બેલ નિચે પડી જાય કે પછી એક સ્ટંપને જમીનથી સંપૂર્ણ ઉખાડી દેવામાં આવે.
આ વિચિત્ર ઘટનાને લઈ વેસ્ટર્ન ડિસ્ટ્રીક્ટના કેપ્ટને પણ નિરાશા વ્યક્ત કરી હતી. પરંતુ બાદમાં તેને આ મામલો ખૂબ જ ફની લાગ્યો હતો. તેણે કહ્યુ હતુ કે વિકેટ મળ્યાનો આનંદ સર્જાયો હતો પરંતુ બેટર રમતમાં જારી રહ્યો હતો. જોકે આ બેટર લાંબો સમય પિચ પર સમય વિતાવી શક્યો નહોતો.
