8 બોલમાં 8 છગ્ગા! મેઘાલયના બેટ્સમેને ફક્ત 9 મિનિટમાં અડધી સદી પૂરી કરી, રવિ શાસ્ત્રી અને ગેરી સોબર્સની સાથે નામ જોડાયું

મેઘાલયના 25 વર્ષીય બેટ્સમેન આકાશ કુમાર ચૌધરીએ રવિવારે ઇતિહાસ રચ્યો. તેણે અરુણાચલ પ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા અને રેકોર્ડ-બૂકમાં પોતાનું નામ નોંધાવ્યું.

8 બોલમાં 8 છગ્ગા! મેઘાલયના બેટ્સમેને ફક્ત 9 મિનિટમાં અડધી સદી પૂરી કરી, રવિ શાસ્ત્રી અને ગેરી સોબર્સની સાથે નામ જોડાયું
| Updated on: Nov 09, 2025 | 7:44 PM

આકાશે મેઘાલયની પ્લેટ ગ્રુપ મેચ દરમિયાન સુરત સ્ટેડિયમમાં આ સિદ્ધિ મેળવી. તેણે 126 મી ઓવરમાં ડાબોડી સ્પિનર ​​લિમાર ડાબીને 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા. આ સાથે, તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં 6 છગ્ગા મારનારા ખેલાડીઓની યાદીમાં જોડાયો.

દિગ્ગજોની બરાબરી કરી

અત્યાર સુધી, ફક્ત ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી અને વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સે આ સિદ્ધિ મેળવી હતી. આઠમા નંબર પર બેટિંગ કરવા ઊતરેલ આકાશે ડોટ બોલથી પોતાની ઇનિંગ શરૂ કરી અને પછી 2 સિંગલ લીધા. જો કે, તેણે આગામી 8 બોલમાં 8 છગ્ગા ફટકાર્યા. ઇતિહાસમાં કોઈપણ બેટ્સમેન 8 બોલમાં સતત 8 છગ્ગા ફટકારી શક્યો નથી.

11 બોલમાં અડધી સદી

આકાશે 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી છે. અગાઉ આ રેકોર્ડ લેસ્ટરના વિન નાઈટના નામે હતો, જેમણે વર્ષ 2012 માં 12 બોલમાં 50 રન બનાવ્યા હતા.

9 મિનિટમાં ફટકારી અડધી સદી

આકાશ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં અડધી સદી પૂરી કરનાર બેટ્સમેન બન્યો છે. તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં અડધી સદી ફટકારનારા બેટ્સમેનોમાં બીજા ક્રમે છે, તેણે ફક્ત 9 મિનિટમાં અડધી સદી પૂરી કરી. આકાશે અત્યાર સુધી 30 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે. તેણે વર્ષ 2019 માં પોતાની શરૂઆત કરી હતી અને 14.37 ની સરેરાશથી 503 રન બનાવ્યા છે.

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો