ICC T20 WC Breaking News: એન્ગિડી સાઉથ આફ્રિકાનો નંબર-1 બોલર બન્યો, સ્ટેઈન અને રબાડાને પણ પાછળ છોડ્યા

T20 વર્લ્ડ કપ 2026ની 51મી મેચ ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડીએ નવો ઈતિહાસ રચી દીધો છે.

ICC T20 WC Breaking News: એન્ગિડી સાઉથ આફ્રિકાનો નંબર-1 બોલર બન્યો, સ્ટેઈન અને રબાડાને પણ પાછળ છોડ્યા
Image Credit source: Muhammad Sameer AliGetty Images (1)
| Updated on: Mar 01, 2026 | 9:04 PM

T20 વર્લ્ડ કપ 2026ની 51મી મેચ ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડીએ નવો ઈતિહાસ રચી દીધો છે.

વાત એમ છે કે, એન્ગિડી હવે દક્ષિણ આફ્રિકા માટે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ મામલે તેણે સ્પિનર તબરેઝ શમ્સીને પાછળ છોડી દીધો છે.

રયાન બર્લની વિકેટ સાથે મેળવી સિદ્ધિ

આ મુકાબલામાં લુન્ગી એન્ગિડીએ પોતાની સ્પેલની બીજી ઓવરમાં ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન રયાન બર્લને LBW આઉટ કરીને આ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. આ એક વિકેટની સાથે જ એન્ગિડીના નામે T20 ઇન્ટરનેશનલમાં હવે 90 વિકેટ નોંધાઈ ગઈ છે. બીજી તરફ, તબરેઝ શમ્સીના નામે આ ફોર્મેટમાં 70 મેચોમાં 89 વિકેટ છે.

દક્ષિણ આફ્રિકા માટે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો:

  1. લુન્ગી એન્ગિડી – 90 વિકેટ
  2. તબરેઝ શમ્સી – 89 વિકેટ
  3. કગિસો રબાડા – 82 વિકેટ
  4. ડેલ સ્ટેઈન – 64 વિકેટ
  5. ઇમરાન તાહિર – 61 વિકેટ

ઝિમ્બાબ્વેના બેટ્સમેન ‘ફ્લોપ’

ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી મેચની વાત કરીએ તો, ત્યાં સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમ 7 વિકેટના નુકસાન પર 153 રન બનાવવામાં સફળ રહી હતી.

ટીમ માટે સિકંદર રઝા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો, તેણે 43 બોલમાં 73 રન ફટકાર્યા હતા. તેના સિવાય બીજો કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકા તરફથી કોર્બિન બોશ અને ક્વેના મફાકાએ બે-બે વિકેટ ઝડપી હતી.

આફ્રિકન ટીમે મારી બાજી

રનચેઝ કરવા ઉતરેલી આફ્રિકન ટીમે આ સ્કોર 17.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આફ્રિકા તરફથી બ્રેવિસે 18 બોલમાં તોફાની 42 રન ફટકાર્યા હતા અને સ્ટબ્સે અણનમ 21 રન બનાવ્યા હતા. આ મેચમાં આફ્રિકા તરફથી જ્યોર્જ લિન્ડેએ 21 બોલમાં 33 રન બનાવ્યા અને આફ્રિકાને જીત અપાવી હતી.

T20 WC Breaking : જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય, તો કોણ થશે સેમિફાઈનલમાં ક્વોલિફાય?

Published On - 8:10 pm, Sun, 1 March 26